દિવાળી પર્વની ઉજવણી દરમિયાન વાઘ બારસથી લાભ પાંચમ સુધીના ૧૦ દિવસમાં અમદાવાદ શહેરમાં ફાયર એન્ડ ઇમર્જન્સી ડિપાર્ટમેન્ટનો સ્ટાફ સતત ખડેપગે રહ્યો હતો. તારીખ ૦૫/૧૧/૨૦૨૬થી ૧૪/૧૧/૨૦૨૬ સુધીના સમયગાળામાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી અમદાવાદ ફાયર વિભાગને વિવિધ કટોકટીના કુલ ૧,૬૦૩ કોલ મળ્યા હતા. આ ૧૦ દિવસ દરમિયાન શહેરમાં આગ લાગવાના કુલ ૩૬૪ બનાવો બન્યા હતા. જેમાંથી ૭૦ ટકા એટલે કે અંદાજે ૨૫૫ બનાવો ફટાકડા ફોડવાના કારણે બન્યા હોવાનું સામે આવ્યું છે. ફટાકડાના તણખા પડવા સહિતના વિવિધ કારણોસર આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. તહેવારોના આ ૧૦ દિવસ દરમિયાન આગની ઘટનાઓ ઉપરાંત ફાયર વિભાગની અન્ય કટોકટી સેવાઓ પણ સતત કાર્યરત રહી હતી. શહેરમાં મુશ્કેલીમાં મુકાયેલા લોકો અને અબોલ જીવોને બચાવવા માટે ૪૧ રેસ્ક્યૂ કોલ મળ્યા હતા. આ ઉપરાંત તબીબી કટોકટીના કિસ્સામાં ફાયર વિભાગની એમ્બ્યુલન્સ સેવાને ૩૯૫ કોલ મળ્યા હતા, જેના મારફતે દર્દીઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ સમયગાળા દરમિયાન સૌથી વધુ ૬૭૯ ડેડબોડી કોલ નોંધાયા હતા, જેમાં ફાયર બ્રિગેડના જવાનોએ મૃતદેહો બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી બજાવી હતી. શહેરમાં તહેવારો દરમિયાન કાયદો-વ્યવસ્થા અને સુરક્ષા જળવાઈ રહે તે માટે ફાયર વિભાગ દ્વારા ૧૧૪ જગ્યાએ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમજ VIP મૂવમેન્ટ અને સુરક્ષાના ભાગરૂપે ૧૦ ASL VIP ફાયર સેફ્ટી મીટિંગ યોજાઈ હતી. આમ, વાઘ બારસથી લાભ પાંચમ સુધી ફાયર બ્રિગેડનો સ્ટાફ અવિરત સેવા આપતો રહ્યો હતો. અમદાવાદ ફાયર બ્રિગેડને મળેલા કુલ 1,603 કોલની વિગતવાર માહિતી ફાયર કોલ: 364 (જેમાં 70% એટલે કે 255 બનાવો ફટાકડાના કારણે), રેસ્ક્યૂ કોલ: 41, એમ્બ્યુલન્સ કોલ: 395, ડેડબોડી કોલ: 679, બંદોબસ્ત: 114, ASL VIP ફાયર સેફ્ટી મીટિંગ: 10 તેમ ટોટલ: 1,603 કોલ. Post navigation વટવા-ઇસનપુર રોડ પર પૂરઝડપે આવેલી કારે રિક્ષાને ટક્કર મારી: ચાલક સહિત ૩ ગંભીર રીતે ઘવાયા, કારચાલક ફરાર