પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ નીરજ કુમાર ક્ષત્રિયને કોર્ટે છ દિવસના રિમાન્ડ પર સોંપવા આદેશ સરકારી તિજોરીને આશરે રૂ. ૬૨ કરોડનું આર્થિક નુકસાન પહોંચાડ્યાનો આરોપ અમદાવાદ ગરીબ કલ્યાણ પાર્ટી’ની આડમાં આચરવામાં આવેલા રૂ. ૨૦૬ કરોડના બોગસ ડોનેશન કૌભાંડમાં રાષ્ટ્રીય અધ્યક્ષની નીરજ કુમાર ક્ષત્રિયની ધરપકડ સીઆઇડી ક્રાઇમે કરી છે. ત્યારબાદ આરોપીને મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરતા ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એમ.બી.પરમારે આરોપીને છ દિવસના રિમાન્ડ પર સોંપવા આદેશ કર્યો છે.નોંધનીય છે કે, સરકારી તિજોરીને આશરે રૂ. ૬૨ કરોડનું આર્થિક નુકસાન પહોંચાડ્યાનો આરોપ આરોપીઓ પર મુકવામાં આવ્યો છે. 206 કરોડ રૂપિયાના કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ નીરજ કુમાર ક્ષત્રિયની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં સરકારી વકીલ મિનિષા સેન્ડરે રિમાન્ડ અરજી અંગે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, પક્ષની સ્થાપના ખરેખર રાજકીય પ્રવૃત્તિ માટે થઈ હતી કે માત્ર બોગસ ડોનેશન દ્વારા કમિશન મેળવવા માટે થઇ તેની પુછપરછ કરવાની છે, દેશના અલગ-અલગ રાજ્યોમાંથી આટલી મોટી રકમ કયા કયા કરદાતાઓ પાસેથી અને કોના મારફતે મેળવવામાં આવી તેની યાદી અને વિગતો મેળવવાની છે, શેલ કંપનીઓ દ્વારા ઊભા કરવામાં આવેલા ખોટા બિલો, વાઉચરો અને ડિજિટલ પુરાવાઓ (મોબાઇલ, લેપટોપ) કબજે કરી ફોરેન્સિક તપાસ કરાવવાની છે. આ કૌભાંડના અંતિમ લાભાર્થીઓ કોણ છે અને આ નાણાંમાંથી કોઈ સ્થાવર કે જંગમ મિલકતો ખરીદી છે કે કેમ તેની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવાની છે ‘ગરીબ કલ્યાણ પાર્ટી’નું રજીસ્ટ્રેશન કરવા માટે આરોપીઓએ કયા સમયે, કોની સાથે અને કઈ રીતે આયોજન કર્યું હતું તથા આ સમગ્ર કૌભાંડની શરૂઆત ક્યારથી કરવામાં આવી હતી સહિતના મુદ્દે તપાસ કરવા રિમાન્ડની જરૂર છે.આવી રજૂઆત બાદ કોર્ટે 8 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. આ મુદ્દે પણ સીઆઇડી ક્રાઇમ તપાસ કરશે – પક્ષના બેંક ખાતાઓ ખોલાવવા, તેનું સંચાલન કરવા, ચેક પર સહી કરવા અને નાણાકીય વ્યવહારો અંગે નિર્ણયો લેવાની સત્તા કોને-કોને આપવામાં આવી હતી? – નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ થી ૨૦૨૫-૨૬ દરમિયાન પક્ષના ખાતામાં જમા થયેલ કુલ ₹૨૦૬,૭૬,૩૩,૬૪૩/- (રૂ. ૨૦૬ કરોડથી વધુ) ની જંગી રકમ કયા-કયા કરદાતાઓ પાસેથી, કયા માધ્યમથી અને કોના કહેવાથી મેળવવામાં આવી હતી? – ડોનેશન આપનારને આપવામાં આવતી રસીદો કોણ તૈયાર કરતું હતું, કોની સહી થતી હતી અને આવકવેરા કાયદાની કલમ 80GGC હેઠળ કપાત મેળવવા માટે કરદાતાઓને કેવી રીતે માર્ગદર્શન આપવામાં આવતું હતું? – આ પેઢીઓ દ્વારા માલસામાન કે સેવાઓ પૂરી પાડવામાં આવ્યાના જે બોગસ બિલો, વાઉચરો અને ઇન્વોઇસ તૈયાર કરવામાં આવ્યા હતા, તે કયા સ્થળે અને કોણે બનાવ્યા હતા? – શેલ કંપનીઓના બેંક ખાતામાંથી રોકડ સ્વરૂપે નાણાં કોણે, કઈ તારીખે અને કઈ બેંકમાંથી ઉપાડ્યા હતા તથા તે રોકડ કોને સોંપવામાં આવતી હતી? – નાણાકીય વ્યવહારોમાં ૮% થી ૯% સુધીનું કમિશન કાપીને બાકીની રકમ મૂળ ડોનરને પરત આપવામાં આવતી હતી. આ કમિશન કોણ નક્કી કરતું હતું અને તેની વહેંચણી કેવી રીતે થતી હતી? – ડોનેશન આપનાર કરદાતાઓને રોકડ નાણાં પરત આપવા માટે કયા મધ્યસ્થીઓનો ઉપયોગ થતો હતો, નાણાં કયા સ્થળે પહોંચડાતા હતા અને તેનું કોઈ ડાયરી કે હિસાબી રેકર્ડ રખાતું હતું કે કેમ ? – મુખ્ય આરોપી સાથે અભિષેક તિવારી અને પ્રદીપસિંહ પરિહાર ક્યારથી સંપર્કમાં આવ્યા તથા તેમની વચ્ચે થયેલી મિટિંગો અને ડિજિટલ વાતચીત અંગે સંકલન તપાસવાનું છે. – CA અશોકકુમાર શાહ અને CA પંકજ અગ્રવાલ દ્વારા પક્ષના હિસાબો તૈયાર કરવા, Form 24A (કન્ટ્રીબ્યુશન રિપોર્ટ) પ્રમાણિત કરવા તથા તેમાં દર્શાવેલી વિગતોની સત્યતા અંગે પૂછપરછ કરાશે – આ કરોડોના વ્યવહારોમાંથી આરોપીઓએ વ્યક્તિગત રીતે કેટલા નાણાં મેળવ્યા છે અને તેમાંથી કોઈ સ્થાવર કે જંગમ મિલકતો ખરીદી છે કે કેમ? – આરોપીના મોબાઈલ ફોન, સિમકાર્ડ, લેપટોપ, કોમ્પ્યુટર તથા અન્ય ડિજિટલ ઉપકરણોમાંથી ફોરેન્સિક તપાસ કરાવી ચેટ, કોલ ડીટેઈલ અને ડોનેશન લિસ્ટ કબજે કરવાના છે. સાથે જ મૂળ હિસાબી ચોપડાઓ, રસીદો અને દાતાઓની યાદી મેળવવાની છે. Post navigation તથ્ય કેસમાં મેજિસ્ટ્રેટ રૂબરૂ નિવેદન આપનાર મિત્રો કોર્ટમાં સ્પીડ મુદ્દે ફરી ગયા નારણપુરામાં ૬ વર્ષના માસૂમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર નરાધમને ૨૦ વર્ષની સખત કેદની સજા