17 નવેમ્બરે અધિક પોલીસ કમિશનર (વહીવટ) ડૉ. તરુણ દુગ્ગલે તાત્કાલિક અસરથી છૂટા કરવાનો હુકમ કર્યો હતો નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI બી.એમ. જોગડા અને વી.આર. ચૌધરી હજુ પણ યથાવત અમદાવાદ અમદાવાદ શહેર પોલીસ બેડામાં ઉચ્ચ અધિકારીઓના આદેશનું પાલન ન થતું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસ કમિશનરના હુકમથી અધિક પોલીસ કમિશનર (વહીવટ) ડૉ. તરુણ દુગ્ગલે ગત 17 નવેમ્બર, 2026ના રોજ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) બી.એમ. જોગડા અને વી.આર. ચૌધરીની જાહેરહિતમાં ટ્રાફિક શાખામાં બદલી કરી તાત્કાલિક અસરથી છૂટા કરવાનો આદેશ કર્યો હતો. જોકે, આદેશને 3 દિવસ વીતી ગયા હોવા છતાં આ બંને અધિકારીઓને હજુ સુધી છૂટા કરવામાં આવ્યા નથી. અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી, શાહીબાગ ખાતેથી 17 નવેમ્બર, 2026ના રોજ કચેરી હુકમ જારી કરવામાં આવ્યો હતો. આ હુકમ મુજબ નરોડા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા બિનહથિયારી PSI શ્રી બી.એમ. જોગડા અને PSI શ્રી વી.આર. ચૌધરીની જાહેરહિતમાં ટ્રાફિક શાખા ખાતે બદલી કરવામાં આવી હતી. હુકમમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે, સંબંધિત અધિકારીઓએ ઉપરોક્ત બંને પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને તાત્કાલિક અસરથી બદલીવાળી જગ્યા પર છૂટા અને હાજર કરી કમિશનર કચેરી ખાતે રિપોર્ટ કરવાનો રહેશે. આ હુકમની નકલ સંયુક્ત પોલીસ કમિશનર (ટ્રાફિક), અધિક પોલીસ કમિશનર (વહીવટ, સેક્ટર-2), નાયબ પોલીસ કમિશનર (ઝોન-4, ટ્રાફિક), મદદનીશ પોલીસ કમિશનર (જી-ડિવિઝન, ટ્રાફિક) અને નરોડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને પણ મોકલવામાં આવી હતી. આ ઉપરાંત પગાર અને હિસાબી અધિકારી, લાલદરવાજાને પણ જાણ કરવામાં આવી હતી. આમ છતાં, 17 નવેમ્બરના આદેશ બાદ 20 નવેમ્બર સુધી એટલે કે 3 દિવસનો સમય વીતી ગયો હોવા છતાં બંને PSIને નરોડા પોલીસ સ્ટેશનમાંથી છૂટા કરવામાં આવ્યા નથી, જે પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે. Post navigation નિકોલમાં RBL બેંકના ATMમાં બિહારના શખ્સે પથ્થરથી તોડફોડ કરી એલિસબ્રિજ અને સરખેજમાંથી ₹૨.૨૬ લાખના મુદ્દામાલ સાથે ૨ ગાંજા પેડલર ઝડપાયા