પાલડી રહેતી પત્ની રોકડ અને સોનાના દાગીનાની અવારનવાર માંગણી કરી માનસિક ત્રાસ આપતી હોવાનો આક્ષેપ

મોબાઇલ ફોન તપાસતા પત્નીના અફેરનો ભાંડો ફૂટ્યો; રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે પત્ની સામે દુષ્પ્રેરણ નો ગુનો નોંધ્યો

બોપલ વિસ્તારમાં આવેલા આશ્રય ઓરમમાં રહેતા અને બોડકદેવની ‘ક્રીક હિરોસ’ નામની આઈ.ટી. કંપનીમાં નોકરી કરતા 31 વર્ષીય યુવક સિદ્ધાર્થ મંગળભાઈ દેસાઈએ સાબરમતી નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. આ મામલે મૃતકની પત્ની નેહાબેન ઉર્ફે નેહલ સામે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં આપઘાતની દુષ્પ્રેરણા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે. મૃતકના નાના ભાઈ સહદેવ દેસાઈએ ઘટનાના અઢી મહિના બાદ વિધિવત પોલીસ ફરિયાદ નોંધાવી છે.

દાગીના અને રોકડની માગણીથી આર્થિક અને માનસિક ત્રાસ ફરિયાદની વિગતો મુજબ, ફેબ્રુઆરી 2024માં સિદ્ધાર્થના લગ્ન પાલડી ખાતે રહેતી નેહા સાથે સામાજિક રીત-રિવાજ મુજબ થયા હતા. જોકે, લગ્ન બાદ નેહા સાસરીમાં રહેવાને બદલે અવારનવાર પિયર જતી રહેતી હતી અને મે 2026 બાદ તેણે પરત આવવાની ના પાડી દીધી હતી. નેહા તેના પિતાના ઘરે રૂમ બનાવવા માટે રૂ. 2 લાખ રોકડા તેમજ ભાઈ અને સંબંધીઓના લગ્નમાં સોનાના દાગીના અપાવવા સિદ્ધાર્થ પર દબાણ કરતી હતી. મકાનની લોનના હપ્તા ચાલુ હોવા છતાં સતત કરાતી દાગીના અને નાણાકીય માગણીઓને કારણે સિદ્ધાર્થ ગંભીર માનસિક તણાવ હેઠળ જીવી રહ્યો હતો.પ્રેમસંબંધ અને જાણ બહાર ગર્ભપાતનો ખુલાસો ગત 31 ઓગસ્ટ 2026ના રોજ નોકરી પર ગયા બાદ સિદ્ધાર્થ પરત ન ફરતા બોપલ પોલીસમાં મિસિંગ નોંધાવાઈ હતી, જે બાદ 1 સપ્ટેમ્બરે એલિસબ્રિજ પાસે સાબરમતી નદીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. સિદ્ધાર્થના અવસાન બાદ પરિવારે તેનો મોબાઈલ ફોન તપાસતા ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. નેહાને ચાણક્યપુરીના રાકેશ રબારી સાથે પ્રેમસંબંધ હોવાનું અને તે સિદ્ધાર્થની જાણ બહાર ગર્ભવતી હોવા છતાં ગર્ભપાત કરાવી ચૂકી હોવાનું સામે આવ્યું હતું. પત્નીના ત્રાસ અને અનૈતિક વર્તનથી કંટાળી સિદ્ધાર્થે આપઘાત કર્યો હોવાનું સામે આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *