ત્રણ મહિના થઇ ગયા, પરંતુ પોલીસે મુદ્દામાલમાં હજુ એક ગ્રામ સોનું કબજે કર્યું નથી બે આરોપીનો કેસ સેશન્સ કોર્ટમાં કમિટ કરવામાં આવ્યો અમદાવાદઅમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીકથી ૬૪ લાખની કિંમતના ૬૦૦ ગ્રામ સોનાની સનસનાટીભરી લૂંટ ચલાવવાના ગુનામાં એરપોર્ટ પોલીસે પોલીસ કર્મચારી મહિપાલસિંહની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો છે. જોકે, આ કેસમાં ત્રણ મહિના પૂરા થઇ ગયા છતા હજુ સુધી એક પણ ગ્રામ સોનુ મુદ્દામાલમાં રિકવર કરવામાં આવ્યું નથી. બીજી તરફ આ કેસમાં સૌ પ્રથમ ઝડપાયેલ બે આરોપીઓનો કેસ સેશન્સ કોર્ટમાં કમિટ કરવામાં આવ્યો છે. જેથી આ મામલે આગામી દિવસોમાં સેશન્સ કોર્ટમાં સુનાવણી યોજવામાં આવશે.ઉત્તરપ્રદેશના જુનેદ અહેમદ મોહંમદ તાહીર ૨૭ જૂન ૨૦૨૬ના રોજ સવારે ૭ વાગ્યાના સુમારે તેના સગા હારીશ અને ઔવેશ એરપોર્ટથી રૂ. ૬૪,૦૦,૦૦૦ની કિંમતનું ૬૦૦ ગ્રામ સોનું લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન સ્ટેચ્યુ સર્કલ પાસે બોલેરો અને ઈન્ડિકા કારમાં આવેલી એક અજાણી મહિલા તથા બે અજાણ્યા પુરુષોએ તેમનો પીછો કરી તેમને આંતર્યા હતા. તેઓ ‘પોલીસ સ્ટાફમાંથી આવે છે’ તેવી ખોટી ઓળખ આપી આરોપીઓએ હારીશ અને ઔવેશને કારમાં બેસાડી દીધા હતા. કારના દરવાજા લોક કરી, તેમની સાથે મારપીટ કરી, પેન્ટના ખિસ્સામાંથી ૬૦૦ ગ્રામ સોનું લૂંટી લીધું હતું અને એપોલો સર્કલ નજીક બ્રિજ પાસે ઉતારીને નાસી છૂટ્યા હતા. આ કેસમાં અગાઉ ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી લઇ જેલમાં મોકલી આપ્યા હતા. ત્યારે આ કેસમાં મહિનાઓથી ફરાર એવા પોલીસ કર્મચારી મહિપાલસિંહને પોલીસે થોડા દિવસો અગાઉ ઝડપી લીધો હતો.ત્યારબાદ આરોપીને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં સરકારી વકીલ એચ.એસ.પંચાલે રિમાન્ડ અરજી અંગે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, આ કેસમાં હજુ આરોપી મુકેશ શ્યામરાવ ફરાર છે તે ક્યાં છે?, આરોપીઓએ કાવતરું રચી લૂંટેલું રૂ. ૬૪ લાખનું ૬૦૦ ગ્રામ સોનું રિકવર કરવાનું બાકી છે તે કોની પાસે છે? આરોપીઓએ આ પ્રકારના અન્ય કેટલા ગુના આચરેલા છે? આરોપીઓ અન્ય કોઈ સંગઠિત ગેંગ કે ટોળકી સાથે સંકળાયેલા છે કે કેમ? લૂંટનું સોનું કોને વેચવામાં આવ્યું છે અથવા ક્યાં છૂપાવી રાખવામાં આવ્યું છે? આરોપીઓની અજાણતા કે જાણતા અન્ય કોઈએ આર્થિક કે અન્ય મદદ કરી છે? જણાવેલા આરોપીઓ સિવાય અન્ય કોઈની આ ગુનામાં સંડોવણી છે? સહિતના મુદ્દાની તપાસ માટે રિમાન્ડની જરૂર છે. આવી રજૂઆત બાદ કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા. રિમાન્ડ પુરા થતા આરોપી મહિપાલસિંહને જેલમાં મોકલી આપ્યો છે. હજુ સુધી એક પણ આરોપીને જામીન નહીંઆ કેસમાં પોલીસે પારૂલ મિસ્ત્રી, પોલીસ કર્મચારી કૃપારાવ જોનાબુ દેવૈયા(રહે. મનમોહન પાર્ક, ઓઢવ) અને ખાનગી વ્યક્તિ નટવરભાઇ ભોજાભાઇ પરમાર(રહે. જમાલપુર)ને ઝડપી જેલમાં મોકલી આપ્યા છે. આ કેસમાં પોલીસે સમયસર ચાર્જશીટ પણ રજૂ કરી દીધી છે અને બે આરોપીઓ સામે કેસ પણ સેશનવ્સ કોર્ટમાં કમિટ કરવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી એક પણ આરોપીને કોર્ટે જામીન આપ્યા નથી. ઉપરાંત આરોપીઓએ કરેલી ક્વોશિંગ પિટિશનમાં પણ હાઇકોર્ટે આકરું વલણ દાખવ્યું છે. Post navigation ડ્રગ્સ ફેક્ટરીનો મામલોઃ આરોપીના બેંક એકાઉન્ટ સહિતના મુદ્દે એનસીબીએ તપાસ શરૂ કરી