અમદાવાદ: શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા મેગ્નેટ કોર્પોરેટ પાર્કમાં સોમવારની મોડી સાંજે આગ લાગવાની ગંભીર ઘટના બની હતી. આગના કારણે બિલ્ડિંગમાં ધુમાડો ફેલાતાં કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પાંચ માળની આ કોમર્શિયલ બિલ્ડિંગના બીજા માળે આગ ફાટી નીકળી હતી. આગ શરૂઆતમાં ઇલેક્ટ્રિક કેબલ ડક્ટમાં લાગી હોવાનું ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું. ત્યારબાદ આગ ઓફિસમાં રહેલા ફર્નિચર સુધી ફેલાતાં ભારે ધુમાડો છવાઈ ગયો હતો. જીવ બચાવવા બે કર્મચારીઓએ લગાવી છલાંગ બિલ્ડિંગમાં ફસાયેલા કેટલાક લોકોએ જીવ બચાવવા પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બે કર્મચારીઓએ બિલ્ડિંગના બીજા અને ત્રીજા માળેથી નીચે છલાંગ લગાવી હતી. બંનેને ઈજાઓ પહોંચી હતી. ઘટનાસ્થળે હાજર ફાયર વિભાગની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી. 12 ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી ગયા આગની જાણ થતાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની 12 ફાયર ફાઈટર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. બિલ્ડિંગમાં હાજર આશરે 40 લોકોમાંથી અનેક લોકો પોતાની રીતે બહાર નીકળી ગયા હતા, જ્યારે ફાયર વિભાગની ટીમે આઠ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, કેટલાક લોકોને દાઝવાથી ઈજા થઈ હતી, જ્યારે અન્ય લોકોને ધુમાડાના કારણે શ્વાસ લેવામાં તકલીફ અને સામાન્ય ઈજાઓ થઈ હતી. હોસ્પિટલમાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું હતું. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. Live Gujarat News | બુલંદ અવાજ Post navigation જૂનાગઢમાં ચકચાર મચાવતો કિસ્સો! 2008ને ભૂલશો નહીં, ભારત સરકાર માટે મોટું સરપ્રાઇઝ’: ગુજરાત DGP-કલેક્ટર કચેરી, મંદિર અને જેલોને બોમ્બથી ઉડાવવાની ધમકીભર્યો ઈમેઇલ