સાક્ષીઓએ તમામ મુદ્દા વર્ણવ્યા પરંતુ સ્પીડ કેટલી હતી તે કોઇએ કોર્ટમાં જણાવી નહીં

જે યુવકના હેલ્મેટમાં લગાવેલ કેમેરામાં સમગ્ર વિગત રેકર્ડ થઇ હતી તે યુવકે ફીટ જુબાની આપી

ઇસ્કોન બ્રિજ પર 20 જુલાઇ 2023ના રોજ મોડી રાત્રે ૧૪૧.૨૭ કિલોમીટરની સ્પીડે ગાડી હંકારી 11 લોકોને કચડી નાખી મોતને ઘાટ ઉતારનાર ‘રફતાર રાક્ષસ’ એવા તથ્ય સામે કેસ ચાલી રહ્યો છે. ત્યારે આ કેસમાં તથ્ય સાથે કારમાં બેઠેલા તેના સાથી મિત્રોએ મેજિસ્ટ્રેટ રૂબરૂ સીઆરપીસની કલમ 164 મુજબ નિવેદન આપ્યું હતું. જો કે, કોર્ટ સમક્ષ જુબાનીમાં તેઓ કારની સ્પીડ મુદ્દે ફરી(હોસ્ટાઇલ) થઇ ગયા છે. જો કે, અન્ય તમામ વિગતો તેમણે કોર્ટ સમક્ષ ફીટ(મેજિસ્ટ્રેટ સમક્ષ લખાવેલ) બોલી હતી. બીજી તરફ આ કેસમાં જે યુવકના હેલ્મેટમાં લગાવેલ કેમેરામાં સમગ્ર વિગત રેકર્ડ થઇ હતી તે યુવકે ફીટ જુબાની આપી છે. આ મામલે આગામી દિવસોમાં વધુ સુનાવણી યોજવામાં આવશે.
હિટ એન્ડ રન કેસમાં તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે અત્યાર સુધી કુલ ૩૮ સાક્ષીઓની જુબાની અને ઉલટ તપાસ પૂર્ણ થઈ છે. તથ્ય પટેલ સાથે કારમાં સવાર પાંચ સાક્ષીઓની જુબાની અને ઉલટ તપાસ ‘ઈન કેમેરા’ હાથ ધરવામાં આવી હતી. જેમાં તથ્ય પટેલના પાંચેય મિત્રોએ કારની સ્પીડ અંગે હોસ્ટાઈલ થયા હતા. જયારે મેજિસ્ટ્રેટ સમક્ષ આપેલ નિવદેનમાં જણાવ્યુ હતુ કે, જેગુઆર કાર ધીમી કરવા ટોક્યો હતો પરંતુ તે માન્ય ન હતો. અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જ્યારે ચારેય સાક્ષીઓને તપસાવામાં આવ્યા ત્યારે સરકારી વકીલે પ્રવિણ ત્રિવેદીએ સાક્ષીઓને પૂછયું હતું કે, પોલીસ નિવેદનમાં તમે કહ્યું હતું કે કારની ઝડપમાં હતી તે વિશે શું કહેવું છે ? સાક્ષીઓએ કહ્યું કારની સ્પીડ અંગે અમને ખબર નથી. જો કે, અન્ય હકીકત તમામે મેજિસ્ટ્રેટ સમક્ષ જે જણાવી હતી તેને વળગી રહ્યાં હતાં.
જો કે, આ કેસના મહત્વના એવા પ્રાંશુ જીતેન્દ્ર રૂપારેલએ ફીટ જુબાની આપી હતી. જેમાં તથ્ય પટેલની જેગુઆર કારને અકસ્માત થયો હતો. કારમાંથી ડ્રાઈવર સીટ પરથી બહાર કાઢેલા છોકરાની સાથે ઝપા ઝપી થઈ હતી. જેગુઆર કારના ચાલક તેમને મમ્મી- પપ્પા કહીને બોલાવતો હતા. તથ્ય પટેલને તેના પિતા ગાડીમાં બેસાડીને ત્યાંથી લઈને ગયેલા. મારા બાઈકના કેમેરામાં જેગુઆર કારના ચાલકની કારને અકસ્માત થયો તેનો વિડીયો રેકોડીંગ થઈ ગયુ હતુ. જે મેં મેમરી કાર્ડ પોલીસને આપ્યુ હતુ. આ પછી મેજિસ્ટ્રેટ સમક્ષ ઘટના અંગે અને અકસ્માતનું વિડીયો રેકોડીંગ અંગે સીઆરપીસીની કલમ ૧૬૪ મુજબ નિવેદન આપ્યુ હતુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *