16 C
Ahmedabad
Thursday, January 20, 2022
spot_imgspot_img

Latest Posts

ઝાયડસ હોસ્પીટલમાં ફરી શરુ થશે રેમડેસિવીરનું વેચાણ

  • ઝાયડસ હોસ્પીટલમાં ફરી શરુ થશે રેમડેસિવીરનું વેચાણ
  • કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કર્યું ટવીટ
  • લાંબી લાઈનો લગતી હોવાથી હોસ્પીટલે વેચાણ કર્યું હતું બંધ
  • રાજ્ય સરકારે ફાળવ્યા રાજકોટને ૧૦,૦૦૦ રેમડેસિવીર ઇન્જેક્શન ફાળવ્યા

રાજ્યમાં દિન પ્રતિદિન કોરોના કહેર વરસાવી રહ્યો છે અને તેની  સામેની લડાઈમાં હથિયાર મનાતા રેમડેસિવીર ઇન્જેક્શનની તંગી પણ વર્તાઈ રહી છે.ત્યારે રાજકોટને ૧૦,૦૦૦ રેમડેસિવીર ઇન્જેક્શનનો જથ્થો ફાળવવામાં આવ્યો છે તો બીજીબાજુ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું છે કે અમદાવાદની ઝાયડસ હોસ્પીટલમાં ઇન્જેક્શનનું ફરી વેચાણ શરુ કરવામાં આવશે.

કોરોના મહામારીએ ફરી એક વખત ગુજરાતનો ભરડો લીધો છે અને કોરોનાગ્રસ્ત દર્દીઓને બચાવવા પરિવારજનો રેમડેસિવીર ઇન્જેક્શન લેવા માટે દોડાદોડ કરી રહ્યા છે જેના પગલે ઇન્જેકશનની પણ રાજ્યમાં અછત વર્તાઈ રહી છે અને અમુક હોસ્પિટલોએ તો ઇન્જેક્શનનું વેચાણ પણ બંધ કરી દીઘું છે. જેના કારણે લોકોમાં ચિંતાનો માહોલ પણ સર્જાયો છે.

ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું છે કે અમદાવાદ સ્થિત ઝાયડસ હોસ્પીટલ ફરી ઇન્જેક્શનનું વેચાણ શરુ કરશે.શનિવારે મનસુખ માંડવીયાએ ટવીટ કરીને કહ્યું હતું કે ઝાયડસ હોસ્પીટલમાં ફરી રેમડેસિવીર ઇન્જેક્શનનું વેચાણ શરુ કરાશે.તેમણે ટવીટ કરીને કહ્યું હતું કે રેમડેસીવીર ઇન્જેક્શનનું વેચાણ ઝાયડસ હોસ્પિટલથી ફરી ચાલુ કરવા અંગે મેં પંકજભાઈ સાથે વાત કરી છે અને બહુ જલ્દી આ વેચાણ વ્યવસ્થા પુનઃ ચાલુ કરવામાં આવશે. દર્દીઓના સગાઓને મારી વિનંતી છે કે આપ હોસ્પિટલના વ્યવસ્થા તંત્રને સહકાર આપો તથા સંયમથી વર્તો. નાગરિકોને પણ અપીલ છે કે જરૂર વગર સંગ્રહ ન કરે. કોરોના સામેનો આ જંગ આપણે સાથે મળીને જીતવાનો છે.દરમિયન ZYDUS દ્વારા રેમડેસિવીર ઈન્જેક્શનનું આવતીકાલ રવિવારથી ફરીથી વેચાણ શરૂ કરાશે. ગઈ કાલે સ્ટૉક ખતમ થવાના કારણે વેચાણ બંધ કરવાની જાહેરાત કરાઈ હતી.બીજીબાજુ રાજ્ય સરકારે રાજકોટને ૧૦૦૦૦ રેમડેસિવીર ઇન્જેક્શનનો જથ્થો ફાળવ્યો છે. જેમાંથી સિવિલ હોસ્પિટલ રાજકોટને ૭૦૦૦ અને ૨૦૦૦ ઇન્જેક્શન રાજકોટની ખાનગી હોસ્પિટલને ફાળવવામાં આવ્યા છે જયારે ૧૦૦૦ ઇન્જેક્શન  ગ્રામીણ વિસ્તારની હોસ્પિટલને ફાળવવામાં આવ્યા છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: