21 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિનને ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી મળી

  • ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિનને ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી મળી
  • DCGI આપી ઈમરજન્સી ઉપયોગ ની મંજૂરી
  • ઝાયકોવ-ડી રસી અંગે આરોગ્યમંત્રી માંડવિયાનું ટ્વીટ
  • વિશ્વની પ્રથમ DNA આધારિત અને સોય મુક્ત રસી ઝાયકોવ-ડીને મળી મંજૂરી
  • ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિનને ઈમર્જન્સી યુઝ માટે મળી મંજૂરી
  • 12 વર્ષથી મોટી ઉંમરના બાળકોને અને મોટાઓને આપી શકાશે રસી
  • ઝાયકોવ-ડી ના લેવા પડશે 3 ડોઝ

ભારતીય ફાર્માસ્યુટીકલ કંપની ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિન ઝાયકોવ-ડીને ડ્રગ કન્ટ્રોલ જનરલ ઓફ ઈન્ડિયા તરફથી શુક્રવારે ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ તે વિશ્વની પ્રથમ DNA આધારિત વેક્સિન છે.તેમજ 12 વર્ષ અને વધુ ઉંમરના બાળકો તથા ઉંમરલાયક લોકો પણ આ વેક્સિન લગાવી શકાશે.પીએમ મોદી તેમજ આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ  આ અંગે ટ્વીટ કરી હતી.  

ભારતીય ફાર્માસ્યુટીકલ કંપની ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિન ઝાયકોવ-ડીને ડ્રગ કન્ટ્રોલ જનરલ ઓફ ઈન્ડિયા તરફથી શુક્રવારે ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ તે વિશ્વની પ્રથમ DNA આધારિત વેક્સિન છે.તેમજ 12 વર્ષ અને વધુ ઉંમરના બાળકો તથા ઉંમરલાયક લોકો પણ આ વેક્સિન લગાવી શકાશે. આ અંગે ઝાયડસ કેડિલાના જણાવ્યા પ્રમાણે તેણે ભારતમાં અત્યાર સુધી 50થી વધારે કેન્દ્રો પર વેક્સિન માટે સૌથી મોટા ક્લિનિકલ ટ્રાયલ કરાયા છે. આ સાથે તે દેશમાં ઉપલબ્ધ ચોથી વેક્સિન હશે. અત્યાર સુધી ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યુટની કોવીશીલ્ડ, ભારત બાયોટેકની કોવેક્સિન અને રશિયાની સ્પુતનિક-Vનો ઉપયોગ થતો રહ્યો છે. ભારતમાં વર્તમાન સમયમાં લગાવવામાં આવી રહેલી ત્રણેય વેક્સિન ડબલ ડોઝ ધરાવે છે. જોનસન એન્ડ જોનસન તથા સ્પુતનિક લાઈટ જેવી સિંગલ ડોઝ વેક્સિન પણ છે, જે આગામી મહિનામાં ભારતમાં આવી શકે છે. જોકે ઝાયકોવ-ડી વેક્સિન આ તમામથી અલગ છે. આ વેક્સિનના ત્રણ ડોઝ લગાવવાના રહેશે. ફેઝ-1 અને ફેઝ-2ના ટ્રાયલ સમયે ત્રણ ડોઝ લગાવવાના સંજોગોમાં આ વેક્સિન વધારે સમય સુધી ઈમ્યુનિટીને મજબૂત રાખે છે. જોકે કેડિલા તેના બે ડોઝના પણ ટેસ્ટીંગ કરી રહી છે. તેને લગતા પરિણામો ટૂંક સમયમાં આવી શકે છે. ઝાયકોવ ડી વેક્સીનને લઇ ઝાયડસે દાવો કર્યો છે કે તેણે ભારતમાં વેક્સિનને લગતા સૌથી વ્યાપક ટ્રાયલ કર્યાં છે. 50થી વધારે કેન્દ્રો પર આ વેક્સિનનું પરિક્ષણ કરવામાં આવ્યું છે. આ વેક્સિન વિશ્વની સૌ પ્રથમ DNA વેક્સિન છે. આ વેક્સિનને મંજૂરી મળતા તે ત્રીજી સ્વદેશી વેક્સિન બની ગઈ છે. આ સાથે જ ઝાયડસનો દાવો છે કે તેની વેક્સિન બાળકો ઉપર પણ અસરકારક સાબિત થઈ છે. કંપનીએ જણાવ્યું હતું કે ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન 12-18 વર્ષના આશરે 1000 બાળકો ઉપર પણ ZyCoV-Dનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું. આ અંગેના તમામ ડેટા DCGIને સોંપી દેવામાં આવ્યા છે. અત્યાર સુધી વેક્સિનના 3 ડોઝ આપવાની વાત હતી પરંતુ કંપનીએ જણાવ્યું હતું કે 3 મિલિગ્રામ સાથે 2 ડોઝ લેવાથી પણ વેક્સિન એટલી જ અસરકારક સાબિત થઈ છે. કંપનીએ ઝીકોવી-ડી રસી માટે બે ડોઝની પદ્ધતિનું પણ મૂલ્યાંકન કર્યું છે, જેમાં ઇમ્યુનોજેનિસિટીના પરિણામો વર્તમાન ત્રણ ડોઝ રેજિમેન્ટની સમકક્ષ હોવાનું જણાયું છે. આ રસીકરણની સંપૂર્ણ કોર્સ અવધિ ઘટાડવામાં મદદ કરશે અને ભવિષ્યમાં રસીની ઉચ્ચ સલામતી પ્રોફાઇલ જાળવી રાખશે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: