22 C
Ahmedabad
Friday, January 14, 2022
spot_imgspot_img

Latest Posts

ખેડૂતોના અડગ અંદોલન સામે ઝુકી મોદી સરકાર

  • ખેડૂતોના અડગ અંદોલન સામે ઝુકી મોદી સરકાર
  • પીએમ  મોદીએ ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની કરી જાહેરાત
  • રાષ્ટ્રજોગ સંબોધનમાં પ્રધાનમંત્રીએ આ અંગે કરી જાહેરાત
  • કૃષિ કાયદા મામલે કેન્દ્ર સરકારનું મોટું એલાન
  • 17 સપ્ટે 2020માં ના રોજ સંસદમાં કૃષિ કાયદો થયો હતો પાસ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોરોનાકાળમાં આજે 11મી વખત રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમજ PM મોદીએ સંબોધનની શરૂઆત કરાતા દેશવાસીઓને દેવદિવાળી અને ગુરુનાનક જયંતીની શુભેચ્છા પાઠવી હતી. આ સાથે જ મોદીએ ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી છે. સાથે સાથે PMએ ખેડૂતોની માફી પણ માંગી હતી. વધુમાં  વડાપ્રધાન મોદીએ સંબોધન કરતાં જણાવ્યુ હતું કે તેઓએ ખેડૂતોના પડકારોને જીણવટતાપૂર્વક જોયા છે. નાના ખેડૂતોના પડકારોને દૂર કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સવારે પોતાના રાષ્ટ્રજોગ સંબોધન દરમિયાન કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે મોદી સરકાર ગત વર્ષે કૃષિ ક્ષેત્રમાં સુધારા માટે 3 કાયદા લાવી હતી પરંતુ અનેક ખેડૂત સંગઠનો સતત આ કાયદાઓનો વિરોધ કરી રહ્યા હતા. સાથે જ  વડાપ્રધાને પોતાના સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે, “કૃષિમાં સુધારા માટે 3 કાયદા લાવવામાં આવ્યા હતા જેથી નાના ખેડૂતોને વધારે તાકાત મળે. અનેક વર્ષોથી દેશના ખેડૂતો અને નિષ્ણાંતો, અર્થશાસ્ત્રીઓ તેની માંગણી કરી રહ્યા હતા. જ્યારે આ કાયદા લાવવામાં આવ્યા ત્યારે સંસદમાં ચર્ચા થઈ હતી. દેશના ખેડૂતો, સંગઠનોએ તેનું સ્વાગત કર્યું હતું, સમર્થન કર્યું હતું. હું તે સૌનો ખૂબ ખૂબ આભારી છું. સાથીઓ અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે દેશના કૃષિ જગતના હિતમાં, ગામ, ગરીબના હિતમાં સંપૂર્ણ સમર્થન ભાવથી, સારી ભાવનાથી આ કાયદા લઈને આવી હતી. પરંતુ આટલી પવિત્ર વાત, સંપૂર્ણપણે ખેડૂતોના હિતની વાત અમે કેટલાક ખેડૂતોને સમજાવી શક્યા ન હતા. ભલે ખેડૂતોનો એક વર્ગ તેનો વિરોધ કરી રહ્યો હતો. અમે વાતચીતનો પ્રયત્ન કર્યો. આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો. જેને લઈને કૃષિ કાયદાઓને પાછા ખેંચવાનો નિર્ણય લીધો.” આ સાથે જ વડાપ્રધાને ખેડૂતોને વિનંતી કરી હતી કે, તેઓ તેમના ઘરે પરત ફરે, ખેતરોમાં પાછા જાય, પરિવાર વચ્ચે પાછા જાય, એક નવી શરૂઆત કરવામાં આવે. 

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: