15 C
Ahmedabad
Sunday, January 16, 2022
spot_imgspot_img

Latest Posts

૨૦૨૨ના પ્રારંભથી ડીલીવરી ટેક્સ વસુલશે ઝોમેટો અને સ્વીગી

  • હવે ફૂડ ડીલીવરી એપ થકી જમવાનું મંગાવવું પડી શકે છે મોધું
  • ૨૦૨૨ના પ્રારંભથી ડીલીવરી ટેક્સ વસુલશે ઝોમેટો અને સ્વીગી
  • આગામી ૧ જાન્યુઆરી ૨૦૨૨થી ગ્રાહકો પાસેથી વસુલાશે ટેક્સ
  • જીએસટીની ૪૫મી બેઠકમાં કરાયો આ નિર્ણય

જીએસટી પરિષદની બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર આગામી વર્ષ ૨૦૨૨ના પ્રારંભથી ઝોમેટો અને સ્વીગી જેવી ફૂડ ડીલીવરી એપ પાંચ ટકા જીએસટી વસુલશે.જો કે હવે આ નિર્ણયથી એપ થકી જમવાનું મંગાવાનું વધારે મોધું પડશે.

નાણાં મંત્રી નિર્મલા સીતારામનના અધ્યક્ષ સ્થાને શુક્રવારે યોજાયેલ જીએસી કાઉન્સિલની ૪૫મી બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય કરાયા હતા.જેમાંથી એક નિર્ણય ઓનલાઈન ફૂડ ડીલીવરી પ્લેટફોર્મને લગતો કરાયો હતો.બેઠકમાં કરાયેલા નિર્ણય અનુસાર સ્વીગી અને ઝોમેટો જેવા પ્લેટફોર્મ સંદર્ભે  ટેક્સ વસુલીને સરળ બનાવવા હેતુ રેસ્ટોરન્ટના બદલે ગ્રાહકો પાસેથી ટેક્સ વસુલવામાં આવશે.એટલે કે હવે ઝોમેટો અને સ્વીગી જેવી ફૂડ ડિલીવરી એપથી ખાવા –પીવાની ચીજ –વસ્તુઓ મંગાવી મોઘી પડશે. જીએસટી બેઠકમાં ઝોમેટો,સ્વીગી અને અન્ય ફૂડ ડીલીવરી એપની સેવાઓ પર એક જાન્યુઆરી ૨૦૨૨થી પાંચ ટકા જીએસટી વસુલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.જીએસટી પરિષદની બેઠક પછી નાણાં મંત્રી નિર્મલા સીતારામને કહ્યું હતું કે સ્વીગી જેવા ફૂડ ડીલીવરી ઓપરેટર જે રેસ્ટોરન્ટથી ઓર્ડર લેતા હોય છે અને ગ્રાહકોને ડીલીવરી કરે છે.હવે તે જગ્યાએ વસ્તુની ડીલીવરી કરશે ત્યાંથી જ ટેક્સ વસુલશે. નાણાં સચિવ તરુણ બજાજે કહ્યું હતું કે અ નિર્ણયથી ગ્રાહકો પર અસર નહિ થાય કારણ કે તેમની પાસેથી વધારાનો ટેક્સ વસુલવામાં નહિ આવે અને કોઈ નવા ટેક્સની જાહેરાત પણ કરવામાં આવી નથી.પહેલા રેસ્ટોરન્ટ દ્વારા ટેક્સ ચુકવવામાં આવતો હતો હવે રેસ્ટોરન્ટના બદલે એગ્રીગેટર દ્વારા ચૂકવવામાં આવશે. નાણાં મંત્રીએ પણ કહ્યું હતું કે ડીલીવરી એપ સ્વીગી વગેરેથી ખાવાનું મંગાવવા પર વધારાનો ટેક્સ લગાવવાની કોઈ વાત નથી હવે આ એપ એ જ ટેક્સ વસુલશે જે રેસ્ટોરન્ટ ક્ષેત્ર પર લાગે છે.તેમણે કહ્યું હતું કે આ સેવાથી મળનારો ટેક્સ યોગ્ય રીતે સરકારને મળે તેના માટે જોગવાઈ કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૯-૨૦ અને ૨૦-૨૧માં બે હજાર કરોડ રૂપિયાના જીએસટી ખોટનો અંદાજ લગાવતા  ફીટમેન્ટ પેનલે ભલામણ કરી હતી કે ફૂડ એગ્રીગેટરોને ઈ-કોમર્સ ઓપરેટરોના રૂપમાં ગણી લેવા જોઈએ અને સબંધિત રેસ્ટોરન્ટ દ્વારા જીએસટીની ચુકવણી કરાય.જો કે હજુ ઘણી રેસ્ટોરન્ટ જીએસટી ચુકવણી કરતી નથી અને અમુક તો રજીસ્ટર્ડ પણ નથી.રેત ફીટમેન્ટ પેનલે ભલામણ કરી હતી કે આ નિર્ણય ૧ જાન્યુઆરી ૨૦૨૨થી અમલી બને.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: