23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

મહિલા હોકી ટીમે રચ્યો ઇતિહાસ

  • મહિલા હોકી ટીમે રચ્યો ઇતિહાસ
  • ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમનો શાનદાર દેખાવ
  • રાની રામપાલના નેતૃત્વમાં ખેલાડીઓએ જે રીતે કર્યો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ
  • ઓસ્ટ્રેલિયાને હરાવી પ્રથમવાર ઓલિમ્પિકના સેમિફાઇનલમાં કર્યો પ્રવેશ

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમે પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે. રાની રામપાલના નેતૃત્વમાં ખેલાડીઓએ જે રીતે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેનાથી એવું સાબિત થઈ ગયું હતું કે રાષ્ટ્રીય રમતમાં આપણી મહિલાઓ કોઈનાથી પાછી પડે તેમ નથી. આજે ટીમનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે હતો. મહિલા ટીમે જે રમત રમી તેનો તોડ મજબૂત ટીમ ઓસ્ટ્રેલિયા પાસે પણ ન હતો.

મહિલા ટીમે ઈતિહાસ રચતા પહેલી વાર ઓલિમ્પિકની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતની મહિલા હોકી ટીમે ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની મજબૂત ટીમને 1-0થી હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ કરી ઈતિહાસ પણ રચ્યો છે. ટીમ ઈન્ડિયાએ આ મુકાબલામાં અદભુત પ્રદર્શન કર્યું અને 22મી મિનિટમાં ગુરજીત કૌરના એકમાત્ર ગોલની મદદથી આ મેચમાં જીત હાસિલ કરી. આ પહેલી વખત છે જ્યારે મહિલા હોકી ટીમ ઓલિમ્પિકના સેમિફાઇનલમાં પહોંચી છે. કેપ્ટન રાની રામપાલની નેતાગીરીમાં રમી રહેલી ભારતીય ટીમ માટે આજે ત્રણ વખતની ઓલિમ્પિક ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મુકાબલો સહેલો નહતો. પરંતુ ભારતીય મહિલા ટીમે બધી જ આશંકાઓને ધ્વસ્ત કરતા ઐતિહાસિક જીત મેળવી છે. તેઓએ મેડલની આશા પણ વધારી દીધી છે. સેમિફાઇનલમાં પ્રવેશ કર્યા પછી કરોડો ભારતીયોના ચહેરા પર પ્રસન્નતા જોવા મળી રહી છે. તમામ લોકો મહિલા ટીમને અભિનંદન આપી રહ્યાં છે. રાષ્ટ્રપતિ, ખેલ મંત્રી સહિત અનેક લોકો ટીમની આ અભૂતપૂર્વ સિદ્ધિ માટે પ્રશંસા કરી રહ્યાં છે. ભારતીય ટીમનો ઓલિમ્પિકમાં પ્રારંભ ખરાબ રહ્યો હતો. ટીમને પોતાની પ્રથમ ત્રણ મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ત્યાર પછી  ટીમે શાનદાર વાપસી કરતા પૂલ મેચમાં સતત બે જીત મેળવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ પણ કર્યો હતો.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: