24 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

મહિલા કોન્સ્ટેબલ અલ્પીતા ચૌધરી ફરી એકવાર વિવાદમાં આવ્યા

  • ફરી એકવાર વિવાદમાં સપડાઈ પોલીસ કોન્સ્ટેબલ અલ્પીતા ચૌધરી
  • અલ્પીતા ચૌધરીનો વધુ એક વિવાદિત વિડીયો સામે આવ્યો 
  • બહુચરાજી મંદિરમાં ફરજ ઉપર મુકાયેલી અલ્પીતા ચૌધરીએ બનાવી રિલ્સ
  • પોતાના ઇન્સ્ટાગ્રામ ગ્રામ આઈડી ઉપર તમામ વિડીયો કર્યા અપલોડ
  • પોલીસ ડ્રેસમાં ચાલુ ફરજે બનાવી ઇન્સ્ટાગ્રામ રિલ્સ
  • વધુ એક વખત અલ્પીતા ચૌધરીએ ચાલુ ફરજે બનાવ્યા વિડીયો
  • માતાજીના મંદિરની પણ ગરિમા ન સાચવી અલ્પીતા ચૌધરીએ
  • બહુચરાજી મંદિરમાં બનાવ્યા છે અલ્પીતા ચૌધરીએ વિડીયો
  • ચાલુ ડ્યુટી પર પોલીસ ડ્રેસમાં બનાવ્યા છે અલ્પીતાએ વિડીયો
  • વિડીયો વાયરલ થતા ફરી એકવાર વિવાદમાં સપડાઈ અલ્પીતા ચૌધરી
  • અગાઉ પોલીસ સ્ટેશનમાં ટિકટોક વિડીયો બનાવવા મામલે કરાઈ હતી સસ્પેન્ડ

મહેસાણા જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા અને ટિકટોક તથા ઈન્સ્ટાગ્રામમાં પોતાના વીડિયો બનાવી પ્રખ્યાત થયેલા મહિલા કોન્સ્ટેબલ અલ્પીતા ચૌધરી ફરી એકવાર વિવાદમાં આવ્યાં છે. ગુજરાત પોલીસની ખાખી વર્દી પહેરી તેમણે બહુચરાજી મંદિરમાં ત્રણ વીડિયો બનાવ્યાં છે. ઈન્સ્ટાગ્રામમાં રિલ્સમાં તેમણે પોતાના વીડિયો મુક્યાં છે. અગાઉ પણ તેમણે વીડિયો બનાવતાં સસ્પેન્ડ થયાં હતાં. પણ ફરીવાર તેમણે પોલીસની વર્દી પહેરીને વીડિયો બનાવતાં અનેક સવાલો ઉભા થયાં છે.

બહુચરાજી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીની તપાસમાં અલ્પીતાની ગેરહાજરી જોવા મળી હતી.  પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દ્વારા સ્ટેશન ડાયરીમાં ગેરહાજરી બાબતે નોંધ કરાઈ છે.  બીજી તરફ વિવાદિત પોલીસ કોન્સ્ટેબલ અલ્પીતા ચૌધરીએ વધુ એક વખત નિયમ નેવે મુક્યો છે. બહુચરાજી મંદિરમાં ફરજ ઉપર મુકાયેલી અલ્પીતા ચૌધરીએ ફિલ્મ સોંગ્સ પર વીડિયો બનાવી પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર મુક્યા હતા.

પોલીસ ડ્રેસમાં ચાલુ ફરજે રિલ્સ બનાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે અલ્પિતા ચૌધરીને અનેક લોકો ફોલો કરવા લાગ્યા છે. તેની રીલ્સ અને ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર પણ હજારો લાઇક્સ હોય છે. ત્યારે તેણે પોતાની ભૂતકાળની ભૂલને ફરી વગોવી છે. અગાઉ જ્યારે આ વિવાદ છંછેડાયો ત્યારે તત્કાલીન પોલીસ વડાએ સ્પષ્ટ સૂચના આપી હતી કે પોલીસ વર્દીમાં કોઈ પણ અધિકારી દ્વારા આ પ્રકારની ગેરશિસ્ત આચરી શકશે નહીં. દરમિયાન ફરીવાર અલ્પીતા ચૌધરીની ઈન્સટાગ્રામ રીલ વાયરલ થઈ છે.

ત્યારે આ વખતે પોલીસ ડિપાર્ટમેન્ટ શું પગલા ભરે છે તે જોવું રહ્યું.. આ મામલે બહુચરાજી સરપંચ દેવાંગ પંડ્યાએ જિલ્લા પોલીસ વડાને એક પત્ર લખ્યો છે. જેમાં અલ્પીતા ચૌધરીના વીડિયોથી ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી હોવાની વાત જણાવવામાં આવી છે. અર્પિતાના આ વીડિયોમાં મંદિર પરિસરમાં કરવામાં આવેલી એક્ટિંગ ભક્તો માટે આપતિ જનક હતી. ત્યારબાદ સરપંચ દેવાંગ પંડ્યાએ આ મામલે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: