24 C
Ahmedabad
Tuesday, January 18, 2022
spot_imgspot_img

Latest Posts

સોલા સિવિલ હોસ્પિટલમાંથી બાળકીનું અપહરણ કરનાર મહિલા ઝડપાઈ

  • અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાંથી બાળકીનું અપહરણ કરનાર મહિલા ઝબ્બે
  • એક દિવસની બાળકીનું મહિલાએ કર્યું હતું અપહરણ
  • ઘટનાના સાત દિવસ બાદ શહેરના સરખેજમાંથી બાળકી મળી આવી
  • બાળકીને શોધવા માટે સોલા પોલીસે બનાવી હતી અલગ અલગ ટીમ

ગત સપ્તાહે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાંથી એક દિવસની નવજાત બાળકીને ઉઠાવી જનાર મહિલા આખરે સોલા પોલીસના હાથે ઝડપાઈ ગઈ છે. સોલા પોલીસે સરખેજ વિસ્તારમાંથી આ બાળકીને શોધી કાઢી છે. અને તેને ઉઠાવી જનાર મહિલાની પણ ધરપકડ કરી છે.

અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાંથી અપહૃત બાળકીને એક સપ્તાહ બાદ શોધી કાઢવામાં સોલા પોલીસને સફળતા મળી છે. પોલીસે એક દિવસીય બાળકીનું અપહરણ કરનાર મહિલાને પણ દબોચી લીધી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્તરપ્રદેશના અમેઠી નિવાસી સરસ્વતી પાસીએ સોલા સિવિલ હોસ્પીટલમાં ગત ૩૧ ઓગસ્ટે બાળકીને જન્મ આપ્યો હતો. બે સપ્ટેમ્બરે રાતે ૩ કલાકે બાળકી ગુમ થઇ ગઈ હતી. પરિવારે આ સંદર્ભે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોધાવી હતી. પોલીસે પણ મામલાની ગંભીરતા જોતા ૭૦ પોલીસ કર્મીઓની અલગ અલગ ટીમ બનાવીને બાળકીને શોધવાનું અભિયાન હાથ ધર્યું હતું. દરમિયાન સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. જેમાં એક અજાણી મહિલા નવજાત બાળકીને લઈને રસ્તો પર કરતી દેખાતી હતી. છેલ્લાં ૭ દિવસથી ૭૦ પોલીસ કર્મીઓ બાળકી અને અપહૃત મહિલાને શોધી કાઢવા માટે કાર્યરત હતા. ત્યારે આજે સોલા પોલીસે સરખેજ વિસ્તારમાંથી આ બાળકીને શોધી કાઢી છે. અને તેને ઉઠાવી જનાર મહિલાની પણ ધરપકડ કરી છે. બાળકી મળી આવતા બાળકીના માતા-પિતા અને પરિવારજનોમાં આનંદ છવાયો છે. 

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: