દેશભરમાં કોરોના એ હાહાકાર મચાવી દીધો છે, પહેલી વાર દૈનિક કેસ 2 લાખને પાર નોંધાયા છે, ગુજરાતમાં પણ ચારેકોર અફરાતફરી જેઓ માહોલ સર્જાયો છે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાશોના ઢગલા થઈ ગયા છે, સુરતમાં સ્મશાનમાં વેઇટિંગ લાગ્યું છે, રેમડીસીવીર ઈન્જેક્શન માટે લોકો લાંબી લાઈનો કરી ઉભા છે, ઘણા ગામડા અને શહેરોમાં સ્વયંભૂ લોક ડાઉન જાહેર કરવામાં અવાયું છે ત્યારે હાઇ કોર્ટે સરકારની આકરી ઝાટકણી કાઢી છે. આ બધા સંજોગો વચ્ચે સામાન્ય જનતા પીડાઈ રહી હોય તેવો ઘાટ સર્જાયો છે, સરકાર હજી પણ આંકડા સાથે રમત કરી રહી હોય તેવું ઉચ્ચ ન્યાયાલય દ્વારા અવલોકન કરવામાં આવ્યું છે, ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે 11 કલાકે પ્રજાજોગ સંબોધન કરવાના છે ત્યારે અનેક તર્ક વિતર્કો સર્જાયા છે, કે સરકાર શું હવે પાણી વહી ગયા પછી પાળ કરશે? જોકે કોરોના ચેન તોડવા એક માત્ર ઉપાય છે લોક ડાઉન.. તો શું મોડે મોડે થી પણ હવે લોક ડાઉન જાહેર કરાશે? કે પછી માત્ર શનિ રવિ નું લોક ડાઉન જાહેર કરવામાં આવશે? આ બધા સવાલોના જવાબ થોડીક વારમાં મળી જશે..