24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

જન્મ કે મરણના દાખલા માટે કરશે ઓનલાઈન રજીસ્ટ્રેશન

  • જન્મ અને મરણના દાખલા માટે હવે લાઈનમાં ઉભા નહિ રહેવું પડે
  • ટૂંક સમયમાં ઓનલાઈન સીસ્ટમ મારફતે મળશે પ્રમાણપત્ર
  • જન્મ અને મરણનું પ્રમાણપત્ર ઘરે બેઠાજ કરી શકાશે ડાઉનલોડ
  • મોબાઈલ ઉપર SMSથી આ અંગેની મોકલાશે લીંક
  • આ લીંક મારફતે જન્મ અને મરણનું પ્રમાણપત્ર કરી શકાશે ડાઉનલોડ

રાજ્યમાં કોરોના સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે કોરોના સંક્રમણ ઘટાડવા ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નિર્ણય મુજબ જન્મ મરણના દાખલા માટે લાઈનમાં નહિ ઉભું રહેવું પડે. જન્મ – મરણના દાખલા માટે ઓનલાઈન વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના સંક્રમણ વધતા સરકારના આદેશ મુજબ તમામ સરકારી ઓફિસોમાં ૫૦ ટકા સ્થાફ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે જન્મ મરણના દાખલા માટે લાઈનો ન લાગે અને અવ્યવસ્થા ન સર્જાય તે માટે ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.  અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે. ટૂંક સમયમાં ઓનલાઈન સીસ્ટમના મારફતે પ્રમાણ પત્ર ડાઉનલોડ કરી શકાશે. ડાઉનલોડ કરવાની લીંક મોબાઈલમાં  SMS ના માધ્યમથી આવશે જેને ઓપન કરી પ્રમાણપત્ર ડાઉન લોક કરી શકાશે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: