19 C
Ahmedabad
Friday, November 26, 2021
spot_imgspot_img

Latest Posts

કોણ બનશે નવા મુખ્યમંત્રી ….?

  • ભાજપે આવતીકાલે બોલાવી ધારાસભ્ય દળની બેઠક
  • આવતીકાલે ગુજરાતના ભાજપના ધારાસભ્યોને ગાંધીનગર બોલાવ્યા
  • આવતીકાલે નક્કી થશે ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ…?
  • ગોરધન ઝડફિયા અને પ્રદીપસિંહ જાડેજા સીએમ બનવા માટે પ્રબળ દાવેદાર

મુખ્યમંત્રી પદેથી વિજય રુપાણીએ આપેલા રાજીનામાં બાદ હવે નવા મુખ્યમંત્રી કોણ બનશે તેની અટકળો તેજ બની છે. આવતીકાલે ભાજપના તમામ ધારાસભ્યોને ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે અને આવતીકાલે જ ધારાસભ્ય દળની બેઠક યોજાશે,જેમાં  પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી ગોરધન ઝડફિયા તેમજ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ રેસમાં સૌથી આગળ છે,

વિજય રુપાણીએ મુખ્યમંત્રી પદેથી અચાનક રાજીનામું આપ્યા બાદ હવે નવા મુખ્યમંત્રી કોણની ચર્ચા વેગવાન બની છે ત્યારે આવતીકાલે ગાંધીનગર સ્થિત કમલમમાં  ભાજપના ધારાસભ્યોની બેઠક યોજાવની છે.જેમાં પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને સહ પ્રભારી વી સતીશ પણ હાજર રહેશે.જેમાં વિજય રૂપાણીના અનુગામીની પસંદગી કરવામાં આવી શકે છે. સુત્રોના  જણાવ્યા અનુસાર ભાજપના તમામ ધારાસભ્યોને ગાંધીનગર આવતીકાલે કમલમમાં યોજાનારી બેઠકમાં હાજર રહેવા માટે નિર્દેશ આપી દેવામાં આવ્યા છે.હાલ ચાલી રહેલી અટકળો અનુસાર નવા મુખ્યમંત્રી તરીકે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપરાંત ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી ગોરધન ઝડફિયાનું નામ રેસમાં સૌથી આગળ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે આગામી વર્ષ ૨૦૨૨ના ડીસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.ત્યારે વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ગઢ ગુજરાતમાં ભગવો યથાવત લહેરાવી રાખવાના ભાગ રૂપે જ કોરોનાને માત આપનાર વિજય રૂપાણીનો કોરોના કાળમાં નબળી કામગીરીના પગલે ભોગ લેવામાં આવ્યો હોવાની ચર્ચા પણ ગુજરાતના રાજકીય વર્તુળોમાં તેજ બની છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: