23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

વિશ્વ કેન્સર દિવસ ક્યારે અને કેમ ઉજવવામાં આવે છે ?

  • 4 ફેબ્રુઆરીના રોજ વિશ્વભરમાં “વર્લ્ડ કેન્સર ડે” ની ઉજવણી
  • કેન્સર અટકાવવા અને તેના વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે 1933 માં થઈ હતી  શરૂઆત
  • યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ UICC દ્વારા કરવામાં આવ્યો હતો જાહેર

દર વર્ષે 4 ફેબ્રુઆરીના રોજ વિશ્વભરમાં વર્લ્ડ કેન્સર ડે ઉજવવામાં આવે છે. આને યૂનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ UICC દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. આ દિવસની ઉજવણી કરવાનું મુખ્ય કરણ છે કે કેન્સર સામે લડી રહેલા દર્દીઓને સાહસ અને ઉત્સાહ મળે.

કેન્સર વિષે જાગૃતિ લાવવા માટે આ દિવસને દર વર્ષે એક થીમ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષેની થીમ છે ‘આઈ એમ એન્ડ આઈ વિલ’ (I AM And I Will). આ થીમ અનુંસાર 2019થી 21 સુધી કાર્યક્રમો થઇ રહ્યા છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના અહેવાલ મુજબ વર્ષ 2018 માં લગભગ 11 લાખ નવા કેન્સરના દર્દીઓ મળી આવ્યા હતા. છેલ્લા પાંચ વર્ષમાં કેન્સરને કારણે લગભગ 5 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રિપોર્ટ પ્રમાણે ભારતમાં ત્રણ પ્રકારના કેન્સર સૌથી વધુ જોવા મળે છે. જેમાં મોં, ગર્ભાશય અને સ્તનના કેન્સર મુખ્ય છે.

વિશ્વ કેન્સર દિવસની ઉજવણી સામાન્ય લોકોને કેન્સરના જોખમોથી જાગૃત કરવા અને તેના લક્ષણો અને નિવારણ વિશેની જાણકારી આપવા માટે કરવામાં આવે છે. ઘણા લોકો છે જે સમજે છે કે, આ રોગ સ્પર્શ દ્વારા ફેલાય છે, જેના કારણે લોકો કેન્સરના દર્દીઓની સારી સારવાર કરતા નથી. આ દિવસ કેન્સર વિશે ફેલાયેલી ગેરસમજોને ઘટાડવા અને કેન્સરના દર્દીઓને મોટીવેટ કરવા માટે ઉજવવામાં આવે છે. આ માટે સરકારી અને બિન-સરકારી સંગઠનો સમગ્ર વિશ્વમાં શિબિર, પ્રવચનો અને પરિસંવાદોનું આયોજન કરે છે. યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ દ્વારા વર્ષ 1993 માં વિશ્વ કેન્સર દિવસની સ્થાપના કરવામાં આવી હતી. વિશ્વ કેન્સર દિવસ પ્રથમ વખત યુઆઈસીસી દ્વારા સ્વિટ્ઝલેન્ડના જિનીવા ખાતે ઉજવવામાં આવ્યો હતો. જો કે, કેટલાક અન્ય મુખ્ય કેન્સર મંડળીઓ, સારવાર કેન્દ્રો, દર્દી જૂથો અને સંશોધન સંસ્થાઓએ પણ તેને આયોજિત કરવામાં મદદ કરી. મળતી માહિતી મુજબ, તે સમયે લગભગ 12.7 મિલિયન લોકો કેન્સર સામે લડી રહ્યા હતા. અને દર વર્ષે લગભગ 7 મિલિયન લોકો કેન્સરને લીધે મરી રહ્યા હતા.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: