10 C
Ahmedabad
Wednesday, January 12, 2022
spot_imgspot_img

Latest Posts

પશ્ચિમ બંગાળ ના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત

  • મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત
  • અમને વધુ રસી મળે તે માટે પીએમ સાથે વાત કરી છે. : મમતા બેનર્જી
  • રાજ્યની વસ્તી અનુસાર બીજા રાજ્યોથી ઓછી વેક્સિન મળી છે : મમતા બેનર્જી
  • ત્રીજીવાર મુખ્યમંત્રી બન્યા બાદ મમતા બેનર્જીની પ્રધાનમંત્રી સાથે આ પ્રથમ મુલાકાત
  • મમતાએ કોર્ગ્રેસના નેતા કમલનાથ તથા આનંદ શર્મા સાથે પણ કરી હતી મુલાકાત

તૃણમુલ કોંગ્રેસ પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નવી દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી છે. ત્યારબાદ મમતાએ એવું કહ્યુ કે હું ઈચ્છુ છું કે પ્રધાનમંત્રીએ પેગાસસ મુદ્દા સર્વદળીય બેઠક બોલાવવી જોઈએ. આ મામલાની તપાસ પણ થવી જ જોઈએ, જે સુપ્રીમ કોર્ટની દેખરેખમાં થાય. તો મમતા બેનર્જી બુધવારે 10 જનપથ પર કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું કે, મેં વડાપ્રધાન સાથે મુલાકાત કરી, જે એક ઔપચારિક મુલાકાત હતી. અમને વધુ રસી મળે તે માટે પીએમ સાથે વાત કરી છે. અમારા રાજ્યને વસ્તી અનુસાર બીજા રાજ્યોથી ઓછી વેક્સિન મળી છે. મમતાએ એવું કહ્યું કે, વડાપ્રધાને વસ્તી મુજબ રાજ્યને કોરોના વેક્સિન ઉપલબ્ધ કરાવવાની વિનંતી કરી છે. તો પ્રધાનમંત્રી કાર્યાલયે મુલાકાતની જાણકારી ટ્વીટ પણ કરી આપી છે. મુલાકાતની એક તસવીર શેર કરતા પીએમઓએ એવું કહ્યુ કે – પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ વડાપ્રધાન સાથે મુલાકાત કરી છે. ત્રીજીવાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બન્યા પછી મમતા બેનર્જીની પ્રધાનમંત્રી સાથે આ પ્રથમ મુલાકાત છે. તેઓ સોમવારે જ દિલ્હી પહોચી ગયા હતા. પ્રધાનમંત્રી સાથે મુલાકાત અગાઉ મમતા બેનર્જીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ કમલનાથ તથા આનંદ શર્મા સામે મુલાકાત કરી હતી. તેમનો કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને વિપક્ષી પાર્ટીના બીજા નેતાઓ સાથે મુલાકાતનો કાર્યક્રમ છે. મમતા બેનર્જી બુધવારે દિલ્હીમાં દિલ્હીમાં 10 જનપથ પર કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે પણ મુલાકાત કરી હતી.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: