24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

વિસનગરમાં કોરોનાની ચેઇન તોડવા માટે સ્વૈચ્છિક આંશિક લોકડાઉન

  • વિસનગરમાં કોરોનાની ચેઇન તોડવા માટે સ્વૈચ્છિક આંશિક લોકડાઉન
  • 14 થી 30 એપ્રિલ સુધી 2 વાગ્યા પછી વેપાર ધંધા રહેશે  બંધ
  • રવિવારે સંપૂર્ણ જનતા કરફ્યુ કરવાનો લેવાયો  નિર્ણય
  • વેપારીઓ અને પાલિકાના સભ્ય વચ્ચે ભારે રકઝક બાદ લેવાયો આ નિર્ણય

વિસનગરમાં કોરોનાની ચેઇન તોડવા અને સ્વૈચ્છિક લોકડાઉન કરવા માટે સોમવારે બોલાવાયેલી મિટિંગમાં વેપારીઓ હાજર ન રહેતાં મંગળવારે ફરી શહેરના વેપારી મહામંડળ, કોપરસિટી મર્ચન્ટ એસોસિએશન અને વહીવટી તંત્રની બેઠક બોલવામાં આવી હતી જે એપીએમસી હોલ ખાતે મળી હતી. જેમાં વેપારીઓ અને પાલિકાના સભ્યોની વચ્ચે ભારે રકઝક બાદ સર્વાનુમતે આંશિક લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

વિસનગરમાં આંશિક લોકડાઉન કરી અને કોરોનાને વધતો જતો અટકાવવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના બંને વેપારી મંડળોમાં એકસુર જોવા મળ્યો ન હતો. જેમાં વિસનગરમાં વેપાર બંધ રાખવાને લઈને વેપારી મહામંડળમાં અને પાલિકાના સભ્યો વચ્ચે હોબાળો મચ્યો હતો. મર્ચન્ટકોપર સીટી એસોસિએશન અને વેપારી મહામંડળના વેપારીઓ અલગ અલગ સુર જોવા મળ્યા હતા. જેમાં વિસનગરમાં વહીવટી તંત્રએ બન્ને મંડળના વેપારીઓ અને નગરપાલિકાના સભ્યોને સમજાવતા મામલો થાળે પડ્યો હતો અને સર્વાનુમુતે બન્ને વેપારી મહામંડળ અને વહીવટીતંત્ર દ્વારા વિસનગરમાં 14 એપ્રિલથી 30 એપ્રિલ સુધી સોમવારથી શનિવાર સુધી સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી ચાલું રહેશે, જયારે 2 વાગ્યા પછી તમામ વેપાર ધંધા બંધ રાખવાનો અને રવિવારે સંપૂર્ણ જનતા કરફ્યુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આ મીટીંગમાં પ્રાંત ઓફિસર,મામલતદાર સહિત બીજા પદાધિકારીઓ તેમજ વિસનગર ગજબજારના વેપારી એસોસીયનના પ્રમુખ કરશનભાઈ પટેલ ઉપરાંત બન્ને વેપારી મહામંડળના વેપારીઓ હાજર રહ્યા હતા.

અતુલ પટેલ લાઈવ ગુજરાત ન્યુઝ  મહેસાણા

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: