16 C
Ahmedabad
Thursday, January 20, 2022
spot_imgspot_img

Latest Posts

વિરાટ અનુષ્કાએ કોરોના સામેની જંગમાં 7 દિવસમાં એકઠા કર્યા 11 કરોડ

  • વિરાટ- અનુષ્કાએ કોરોના લડાઈમાં ફંડ એકત્ર કરવા શરુ કર્યું અભિયાન
  • વિરાટ અનુષ્કાએ 7 જ દિવસમાં એકઠા કર્યા 11 કરોડ
  • આટલું મોટું દાન આપવા બદલ માન્યો લોકોનો આભાર
  • અભિયાનમાં એમપીએલ સ્પોર્ટ્સ ફાઉન્ડેશને 5 કરોડની રકમ દાનમાં આપી

દેશ અત્યારે કોરોના સામે બાથ ભીડી રહ્યો છે. ત્યારે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને તેમની પત્ની અનુષ્કા શર્માએ 7 મેના દિવસે કોરોના સામેની લડાઈમાં ફંડ એકત્ર કરવા માટે એક અભિયાન શરૂ કર્યું હતું.

વિરાટ અને અનુષ્કાએ આ ફંડમાં 2 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું, લોકોએ સાત દિવસમાં જ 11 કરોડ રૂપિયા દાન કર્યા હતા. વિરાટ અને અનુષ્કાએ આ અભિયાનને પૂરુ કર્યા બાદ ટ્વિટ કરીને લોકોનો આભાર માન્યો હતો. આ અભિયાનમાં, એમપીએલ સ્પોર્ટ્સ ફાઉન્ડેશને સૌથી વધુ 5 કરોડની રકમ દાનમાં આપી છે. કોહલીએ આ માટે એમપીએલનો પણ દિલથી આભાર માન્યો હતો. તેમણે લખ્યું છે કે, કોવિડ -19 સામેની અમારી લડતમાં 5 કરોડના ઉદાર યોગદાન બદલ એમ.પી.એલ. સ્પોર્ટસ ફાઉન્ડેશનનો અમે આભાર માનીએ છે. તમારી મદદથી, હવે અમે અમારા લક્ષ્યાંકને વધારીને 11 કરોડ કરી દીધા છે. હું અને અનુષ્કા તમારા બિનશરતી ટેકા માટે તમારો ખુબ ખુબ આભારી છીએ.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: