19 C
Ahmedabad
Wednesday, January 19, 2022
spot_imgspot_img

Latest Posts

હિંસા કોઈ સમસ્યાનું સમાધાન નહિ : રાહુલ

  • હિંસા કોઈ સમસ્યાનું સમાધાન નહિ : રાહુલ
  • કોંગ્રેસ નેંતા રાહુલ ગાંધીનું ટ્વીટ  
  • દેશ હિતમાં કૃષિ કાયદા પરત લે સરકાર : રાહુલ
  • શાંતિપૂર્ણ ચાલી રહેલ આંદોલન મંગળવારે અચાનક હિંસક બન્યું

રાજધાની નવી દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં તોફાનથી વિરોધ પ્રદર્શન હવે પાટા પરથી ઉતરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.અત્યારસુધી ચાલી રહેલ આંદોલન મંગળવારે અચાનક હિંસક બની ગયું હતું.ખેડૂતોએ નિશ્ચિત કાર્યક્રમ પહેલા જ રેલી શરુ કરી દીઘી હતી અને રૂટમાં પણ ફેરફાર કરી દીઘો હતો. દરમિયાન કોંગ્રેસે ખેડૂતોને ફરી સમર્થન આપ્યું છે.કોંગ્રેસના અધિકૃત ટવીટર હેન્ડલથી બપોરે બે કલાકે જય જવાન જય કિસાન અને કોંગ્રેસ દ્વારા બંનેને સલામ,જો કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના ટવીટમાં કહ્યું હતું કે હિંસા કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી ,ઈજા ગમે તેને થાય નુકશાન આપના દેશનું જ થશે.

એક બાજુ કોંગ્રેસના અધિકૃત હેન્ડલથી ખેડૂત રેલીને ગણતંત્રની તાકાત ગણાવવામાં આવી ત્યારે રાહુલ ગાંધીએ લખ્યું હતું કે કેન્દ્ર સરકાર દેશ હિત માટે કૃષિ કાયદાઓ પરત લે.રાહુલના હવાલાથી કોંગ્રેસે ટવીટ કર્યું હતું કે કાળા કાયદા રદ્દ કરવા એ ખેડૂતોના હિતમાં રહેશે.કાળા કાયદાઓનો સ્વીકાર એટલે ખેડૂતોના શોષણ પર સહમતિ આપવા જેવું હશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે છેલ્લાં બે મહિના કરતા વધારે સમયથી ચાલી રહેલ ખેડૂત આંદોલન પ્રજાસત્તાક દિવસે અચાનક તોફાની બન્યું હતું જેના પર પોલીસે લાઠીચાર્જ ટીયર ગેસ પણ છોડ્યા હતા.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: