19 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

ઉપલેટાના વરજાંગજાળીયા ગામે ગ્રામજનો દ્વારા ખનીજ માફિયા ઓ સામે હલ્લાબોલ

* વરજાંગ જાળીયા ગામે ગ્રામજનો દ્વારા ખનીજ માફિયાઓ સામે હલ્લાબોલ
* વરજાંગ જાળીયા ગામે વેણું નદીમાં બેફામ ખનીજચોરી
* ગ્રામજનો દ્વારા મામલતદાર સહિતના અધિકારીઓને અનેક રજૂઆત
* રજુઆતો છતાં કોઈ પગલા ન લેવાતા ગ્રામજનોમાં રોષ ભભૂક્યો
* વેણું નદીના પટમાં થઈ રહેલી ખનીજ ચોરી પર ગ્રામજનો દ્વારા કરવામાં આવી જનતા રેડ
* રેતીની ચોરીમાં વપરાતા હિટાચી મશીનના કાચ લોકો દ્વારા ફોડવામાં આવ્યા
* ગેરકાયદેસર ચાલી રહેલી ખનીજ ચોરી સામે ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો
* પોલીસ આવતા ગ્રામજનો ભાગ્યા બાદમા ફરી ગ્રામજનોનું હલ્લાબોલ

સમગ્ર ગુજરાતમાં ખનીજ ચોરીની ઘટનાઓ દિન-પ્રતિદિન સામે આવતી જાય છે, ત્યારે હાલ ઉપલેટાના વરજાંગ જાળીયા ગામેથી ખુબ જ મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે, જ્યાં છેલ્લા ઘણા દિવસોથી વેણું નદીના પટમાં બેફામપણે ખનીજ ચોરી થઇ રહી હતી, જો કે આ અંગે ગ્રામજનો દ્વારા અનેકોવાર મામલતદાર સહિતના અધિકારીઓને લેખિત અને મૌખિક રજુઆતો કરવામાં આવી હતી. પરંતુ અનેક રજૂઆત બાદ પણ આ ખનીજ માફિયાઓ પર કોઇપણ પ્રકારના પગલા ભરવામાં ન આવતા, અંતે ગ્રામજનોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. અને
વેણું નદીના પટમાં થઈ રહેલી ખનીજ ચોરી પર ગ્રામજનો દ્વારા જનતા રેઇડ કરવામાં આવી હતી. આ જનતા રેડ દરમ્યાન રેતીની ચોરીમાં વપરાતા હિટાચી મશીનના કાચ ગ્રામજનો દ્વારા ફોડી નાખવામાં આવ્યા હતા. જો કે મોડે-મોડે પોલીસ પહોચતા ગ્રામજનોને વેર-વિખેર કરવામાં આવ્યા હતા. પરંતુ પોલીસના સ્થળ પરથી નીકળતાની સાથે જ ફરીથી ગ્રામજનો દ્વારા આ ખનીજ ચોરી કરતા ઇસમો પર ફરી હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.

રીપોર્ટ : હરેશ ભાલીયા (જેતપુર -ઉપલેટા )

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: