- કોરોનાકાળમાં 200 કરોડની કમાણી કરનાર ‘માસ્ટર’ નો અભિનેતા વિજય ચંદ્રશેખર
- એક ફિલ્મ ના 100 કરોડ રૂપિયા ફી લે છે થલાપતિ વિજય ચંદ્રશેખર
- વિજય ચંદ્રશેખરે રજનીકાંતને પણ પાછળ છોડી દીધો છે
કોરોનાકાળમાં થિયેટરમાં ફિલ્મ માસ્ટર રિલીઝ કરીને બોક્સઓફિસના કિંગ બનેલા સાઉથ સુપરસ્ટાર થલાપતિ વિજયનું નામ અત્યારે ઘણું ચર્ચામાં છે. ટ્રેડ એનાલિસ્ટના અનુસાર, કોરોનાકાળમાં સંપૂર્ણ ભારતમાં માસ્ટર પહેલી ફિલ્મ છે, જેને બંપર ઓપનિંગ મળ્યું હોય.


વિજય સૌથી વધારે ફી લેનાર તમિલ એક્ટર છે. પોતાની આગામી ફિલ્મ ‘થલાપતિ 65’ માટે તેને 100 કરોડની ફી લઈ રહ્યો છે. ફીની બાબતમાં તેણે રજનીકાંતને પણ પાછળ છોડી દીધા, જેમણે ‘દરબાર’ માટે 90 કરોડ ફી લીધી હતી. વિજયનું અસલી નામ જોસેફ વિજય ચંદ્રશેખર છે. ફેન્સની વચ્ચે તે થલાપતિના નામથી ફેમસ છે. વિજયના પિતા એસએ ચંદ્રશેખર કોલિવૂડના જાણીતા ડાયરેક્ટર છે. વિજયે પોતાના પિતાની 15 ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાંથી 6માં તે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે જોવા મળ્યો છે. તેમજ વિજય રજનીકાંતનો મોટો ફેન છે અને 1985માં આવેલી ફિલ્મ નાન સિવાપૂ મનિથનમાં તેમની સાથે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું છે. 18 વર્ષની ઉંમરમાં વિજયે નાલૈય્યા થીરપૂથી પોતાની એક્ટિંગ ડેબ્યૂ કરી હતી. આ ફિલ્મમાં તેનું નામ વિજય હતું. આ નામથી તેણે 8 ફિલ્મોમાં કામ કર્યું છે. 1992માં નાલૈય્યા થીરપૂ એક એવરેજ ફિલ્મ સાબિત થઈ હતી પરંતુ ત્યારબાદ વિજયે એક બાદ એક ત્રણ હિટ ફિલ્મ આપીને બધાની બોલતી બંધ કરી દીધી હતી. વિજયે અત્યાર સુધીની કરિયરમાં લગભગ 65 ફિલ્મોમાં કામ કર્યું છે જેમાંથી મોટાભાગની બોક્સઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ છે.તેમજ પોતાની માતા શોભા ચંદ્રશેખરની જેમ વિજય પણ સારો સિંગર છે. ફિલ્મ થુપક્કીમાં તેના દ્વારા ગાવામાં આવેલું ગીત ગૂગલ ગૂગલ ઘણું લોકપ્રિય થયું હતું. આ ગીત માટે વિજયને સૌથી પોપ્યુલર તમિલ ગીતનો એવોર્ડ પણ મળ્યો હતો.