24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

બનાસકાંઠામાં ખાનગી ફાયનાન્સના સંચાલકોની લુખ્ખાગીરીનો વિડીયો થયો વાઈરલ

  • બનાસકાંઠામાં ખાનગી ફાયનાન્સના સંચાલકોની લુખ્ખાગીરીનો વિડીયો થયો વાઈરલ 
  • બાઈકનો ડ્યુ થયેલો હપ્તો ન ભરતાં યુવક પર જાહેરમાં હુમલો કર્યો
  • યુવકે હુમલાખોરો વિરુદ્ધ પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ
  • પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી

બનાસકાંઠામાં ખાનગી ફાયનાન્સના સંચાલકોની જાહેરમાં લુખ્ખાગીરીનો વિડીયો વાયરલ થયો છે. જેમાં બાઈકનો ડ્યુ થયેલો હપ્તો ન ભરાતાં ફાયનાન્સ કંપનીના સંચાલકોએ એક યુવક ઉપર જાહેરમાં હુમલો કર્યો હતો. હુમલો કરી માથામાં પંચ મારી ગંભીર ઇજાઓ પહોચાડી હોવાની ઘટના સામે આવી છે. જે અંગે ઇજાગ્રસ્ત યુવકે થરાદ પોલીસ મથકે હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવી છે. મળતી વિગતો મુજબ વસતાભાઈ થરાદમાં આવેલ ગઢવી હોસ્પિટલ પાસે ઉભા હતા તે સમયે કેટલાક અજાણ્યા શખ્સોએ આવી લક્ષ્મી ફાયનાન્સના હપ્તા કેમ ભરતો નથી તેમ કહી બોલાચાલી કરવા લાગ્યા હતા. બાદમાં કેટલાક અજાણ્યા શખ્સોએ વસતાભાઈને પકડી રાખી તેમના માથાના ભાગે પંચ વડે હુમલો કરી ગદડાપાટુનો મારા માર્યો હતો. ઉપસ્થિત લોકોએ મોબાઈલ કેમેરામાં વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. જે મામલે ઇજાગ્રસ્ત વાસ્તભાઈએ લક્ષ્મી ફાયનાન્સ તરફથી આવેલા હુમલો કરનારા સંચાલકો સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાવતા થરાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રાજ ગજ્જર લાઈવ ગુજરાત ન્યુઝ બનાસકાંઠા

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: