19 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

દિલ્લીમાં શરૂ થશે જ્યાં વોટ ત્યાં વેક્સિન

  • વેક્સિનેશન કાર્યક્રમને મજબુત બનાવવા દિલ્લી સરકારનો પ્રયાસ 
  • ‘જ્યાં વોટ ત્યાં વેક્સિન’ અભિયાનની કરી શરૂઆત
  • પોલીંગ બુથ પર લોકોને આપવામાં આવશે વેક્સિન

દેશમાં વેક્સિનેશન પુર જોશમાં ચાલી રહ્યું છે. ત્યારે દિલ્લીમાં રસીકરણ અભિયાનને મજબુત કરવા દિલ્લી સરકાર અનેક પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે દિલ્લી સરકારે ‘જ્યાં વોટ ત્યાં વેક્સિન’ અભિયાનની શરુઆત કરી છે. જે અંતર્ગત લોકોને પોલીંગ સેન્ટર્સ પર જ વેક્સિન આપવામાં આવશે જેથી લોકોને વેક્સિન લેવામાં મુશ્કેલી ન પડે.

દેશમાં હાલ વેક્સિનેશનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. ૧૮ વર્ષથી ઉપરના લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે દિલ્લીમાં વેક્સિનેશન કાર્યક્રમને વેગવંતુ બનાવવા અનેક પ્રયાસો થઇ રહ્યા છે. ત્યારે દિલ્લી સરકાર દ્વારા ‘જ્યાં વોટ ત્યાં વેક્સિન’ અભિયાનની શરુઆત કરવામાં આવી છે. જે અંતર્ગત જ્યાં વોટ નાખવામાં આવે છે એ પોલીંગ સેન્ટર પર રસીકરણની સુવિધા કરવામાં આવશે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે જો કેન્દ્ર તરફથી જો વેક્સિનની અછત ન હોય તો આ અભિયાન અંતર્ગત 45 વર્ષથી ઉપરનાં બધા લોકોને 4 અઠવાડિયામાં વેક્સિન આપવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે આ અભિયાન અંતર્ગત અમે લોકોનાં ઘરે ઘરે જઈશું. અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યું કે, શરૂઆતમાં 70 વોર્ડમાં આ શરૂ કરવામાં આવશે. પ્રતિ સપ્તાહ 70 વોર્ડમાં આ અભિયાન ચલાવવામાં આવશે. આ રીતે 4 સપ્તાહમાં આ અભિયાન શરૂ કરવાનો પ્રયત્ન છે. બૂથ લેવલ ઓફિસર્સ હવે લોકોના ઘરે જશે, 45 પ્લસવાળા લોકો અંગે પુછશે અને વેક્સિન અપાવશે. જો કોઈને વેક્સિન ન મળી હોય તો ઓફિસર તેમને સ્લોટ આપીને આવશે. 

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: