23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

ચોટીલા સહિત ગ્રામ્યવિસ્તારોમાં વેક્સીનેશન મેગા ડ્રાઇવ યોજાઈ

  • ચોટીલા સહિત ગ્રામ્યવિસ્તારોમાં વેક્સીનેશન મેગા ડ્રાઇવ યોજાઈ
  • માત્ર 850 લોકોએ લીધો વેકસીનનો લાભ
  • ગ્રામ્ય વિસ્તારોમાં હજુ અંધશ્રધા અને સાક્ષરતાનો જોવા મળ્યો અભાવ
  • ચોટીલાના સાતેક જેટલા ગામડાઓ વેકસીન મુક્ત બન્યા

સરકાર દ્વારા કોરોના મુક્ત ગામો બનાવવા માટે અભિયાન હાથ ધરેલ છે. ત્યારે ગતરોજ મંગળવારના રોજ કોવિડ-૧૯ રસીકરણ સુપર મેગા ડ્રાઇવ દ્વારા ચોટીલા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વેસીનેશનની કામગીરી પુરજોશમાં ચાલુ કરવામાં આવી હતી. જેમાં એક દિવસમાં આશરે 850થી વધુ લોકોએ વેકસીનનો લાભ લીધો હતો..

સમગ્ર જિલ્લા સહિત ચોટીલામાં મંગળવારના રોજ કોવિડ-૧૯ રસીકરણ સુપર મેગા ડ્રાઇવ દ્વારા લોકોને વેકસીનના ડોઝ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ચોટીલા સહિત 82 જેટલા ગામોમાં 87 હજાર ચારસો નવ્વાણું જેટલા લોકોનો વસવાટ છે. અને હાલ આશરે સાઈઠ હજાર એકસો તેતાલીશ જેટલા લોકોએ વેકસીનનો લાભ લીધો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. ગતરોજ તંત્ર દ્વારા સુપર મેગા ડ્રાઇવ રાખવામાં આવેલ હોવાથી આશરે 4000થી વધુ વેકસીનનો જથ્થો ચોટીલા આરોગ્ય વિભાગમાં આવી પહોંચ્યો હતો. જેને લઈને આરોગ્ય વિભાગની 35 જેટલી ટિમો દ્વારા 850થી વધુ લોકોને વેકસીન આપવામાં આવી હતી. અને તંત્ર દ્વારા લોકોને અનેકવાર વેકસીન અંગે સમજણ આપવા છતાં હજુ પણ આ પંથકના લોકો અંધશ્રધા ધરાવતા હોવાનું પણ જાણવા મળેલ છે. અને બીજી બાજુ સાક્ષરતાનો પણ અભાવ જોવા મળ્યો હતો.

વિક્રમસિંહ જાડેજા લાઈવ ગુજરાત ન્યુઝ ચોટીલા .

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: