17 C
Ahmedabad
Wednesday, January 19, 2022
spot_imgspot_img

Latest Posts

કેશોદ એસટી પાર્સલ ઓફિસ ખાતે યોજાયો વેક્સિનેશન કેમ્પ

  • કેશોદ એસટી પાર્સલ ઓફિસ ખાતે યોજાયો વેક્સિનેશન કેમ્પ
  • સિદ્ધરાજસિંહ રાયજાદા દ્વારા પાંચમાં વેકસીનેશન કેમ્પનું કરાયું આયોજન
  • વેક્સિનેશન કેમ્પમાં કુલ ૭૫૦ લોકોએ વેકસીનેશનનો લીધો લાભ

ટીડીઓ ડેપો મેનેજર પોલીસ સ્ટાફ હેલ્થ ઓફિસ સ્ટાફ એસટી ડેપો સ્ટાફ સહીતની ઉપસ્થિતીમાં કેશોદની એસટી પાર્સલ ઓફિસ ખાતે પાંચમો કોવિડ વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં ભાજપના હોદેદારોની ઉપસ્થિતીમાં યોજાયેલ કોવીડ વેકસીનેશન કેમ્પ ૧૬૦ લોકોએ વેકસીનનો લાભ લીધો હતો. કેશોદ એસટી પાર્સલ ઓફિસ ખાતે અગાઉ પણ ચાર કેમ્પનું સિદ્ધરાજસિંહ રાયજાદા દ્વારા આયોજન કરવામાં આવ્યુ હતું. અને ગતરોજ યોજાયેલા પાંચમાં કોવિડ વેક્સિનેશન કેમ્પમાં  કુલ ૭૫૦ લોકોએ વેકસીનનો લાભ લીધો હતો.

કેશોદ એસટી પાર્સલ ઓફિસ સંચાલક અને મોદી વિચાર મંચ જિલ્લા ઉપપ્રમુખ સિદ્ધરાજસિંહ રાયજાદા દ્વારા કેશોદ એસટી ડેપો પાર્સલ ઓફિસ ખાતે અગાઉ ચાર કોવિડ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં છસ્સો જેટલા લોકોએ વેકસીનનો લાભ લીધો હતો. ત્યારે ગતરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૧ મા જન્મદિવસ નિમિત્તે કેશોદ એસટી પાર્સલ ઓફિસ ખાતે પાંચમો કોવિડ વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં તાલુકા વિકાસ અધિકારી અર્પણ ચાવડા, ડેપો મેનેજર એલ.ડી. રાઠોડ, તાલુકા હેલ્થ ઓફિસ સ્ટાફ, પોલીસ સ્ટાફ, એસટી ડેપો સ્ટાફ, ભારત વિકાસ પરિષદ કેશોદ શાખાના મહાવીરસિંહ જાડેજા તથા ભાજપના હોદેદારો સહીતની ઉપસ્થિતીમાં કોવીડ વેકસીનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં ૧૬૦ લોકોએ વેકસીનનો લાભ લીધો હતો. કેશોદ એસટી પાર્સલ ઓફિસ ખાતે અગાઉ ચાર કોવિડ વેક્સિનેશન કેમ્પનું સિદ્ધરાજસિંહ રાયજાદા દ્વારા આયોજન કરવામાં આવ્યુ હતું. અને ગતરોજ યોજાયેલા પાંચમાં કોવિડ વેક્સિનેશન કેમ્પમાં કુલ મળીને ૭૫૦ લોકોએ વેકસીનનો લાભ લીધો હતો,.

ગોવિંદ હડિયા લાઈવ ગુજરાત ન્યુઝ કેશોદ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: