23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

ઉત્તરાખંડ: ચમોલીમાં ગ્લેશિયર તૂટતા ભારે તબાહી

  • કુદરતી આફતથી હચમચી ઉઠ્યું ઉત્તરાખંડ
  • પુરના કારણે 100થી 150 લોકોના થયા લાપતાં
  • લોકોને સુરક્ષિત વિસ્તારોમાં પહોંચવા માટે અપીલ કરવામાં આવી

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર તૂટવાથી ભારે તબાહીનો મંજર દેખાયો છે. આ કારણે અલકનંદા અને ધૌલી ગંગા તૂફાન પર છે. પાણીના પ્રવાહ વધ્યો છે. બીજી તરફ આ મામલે કીર્તિ નગર, મુનીકી રેતી વિસ્તારોને એલર્ટ પર રહેવા માટે કહ્યું છે, પુરના કારણે ઘણા ઘરો વહી ગયા હોવાની આંશકા સેવાઈ રહી છે. આસ-પાસના વિસ્તારોને ખાલી કરવામાં આવી રહ્યા છે. તમામ લોકોને સુરક્ષિત વિસ્તારોમાં પહોંચવા માટેની અપીલ કરવામાં આવી રહી છે.

યુપીના સીએમ યોગી આદિત્યનાથે ઉત્તરાખંડમાં ડેમ તૂટવાના કારણે ઉદભવતા સંજોગોને ધ્યાનમાં રાખીને સંબંધિત વિભાગો, અધિકારીઓ અને SDRFને ઉચ્ચ હાઈ એલર્ટ પર રહેવા સૂચના આપી છે.SDRF અને જિલ્લા વહીવટી તંત્રની ટીમોને વહેલામાં વહેલી તકે સ્થળ પર પહોંચવા નિર્દેશ આપવામાં આવ્યો છે. સ્થાનિક લોકો સાથેની વાતચીત મુજબ અમારી પાસે પણ માહિતી છે. આવી સ્થિતિમાં, અમારી પ્રાધાન્યતા ત્યાં ફસાયેલા લોકોને જલ્દીથઈ જલ્દી બહાર નિકાળવામાં આવશે.ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટવાના કારણે અનેક મકાનો પાણીમાં વહી ગયા છે. આસપાસના વિસ્તારોને ખાલી કરવાની કવાયત શરૂ થઈ. ધમકી અંગે એસડીઆરએફને એલર્ટ કરી દેવામાં આવ્યો હતો. તપોવન ઋૃષિ ગંગા ગ્લેશિયર ટૂટવાના સમાચારથી સતત નદીનું જળ સ્તર વધી રહ્યું છે. અનહોનીની આંશકાને ચલતા શ્રીનગર ગઢવાલ ધારી દેવી મંદિર પરિસર પ્રશાસને ખાલી કરવાની શરૂાત કરી દીધી છે. હરિદ્વાર સુધી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: