23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

ઇંદોરમાં ગેંગરેપ પછી યુવતીને સળગાવવાનો નિષ્ફળ પ્રયાસ

  • યુપી બાદ મધ્ય પ્રદેશમાં ગેંગરેપની ઘટનાઓમાં વધારો
  • ઇંદોરમાં ગેંગરેપ પછી યુવતીને સળગાવવાનો  નિષ્ફળ પ્રયાસ
  • યુવતીએ બૂમાબૂમ કરતાં આરોપીઓ નાસી ભાગ્યા
  • ગેંગરેપમાં સંડોવાયેલા પાંચમાના એક આરોપીની પોલીસે કરી ધરપકડ

દેશમાં યુપી બાદ હવે મધ્ય પ્રદેશમાં અવારનવાર અનેક ગેન્ગરેપના કિસ્સા આવી રહ્યા છે. યુપીમાં યોગી સરકાર દ્વારા લેવાયેલા કડક પગલાઓ બાદ હવે મધ્ય પ્રદેશના ઇંદોર શહેરમાં એક દિલધડક ઘટના સામે આવી છે. જેમાં મળતી માહિતી મુજબ 18 વર્ષની આ યુવતી કોચિંગ ક્લાસમાંથી રાત્રે નવેક વાગ્યે પોતાના ઘર તરફ પાછી ફરી રહી હતી. ત્યારે પાંચ યુવાનોએ એને આંતરી હતી. પહેલા એના પર ગેંગરેપ કર્યો હતો. ત્યારબાદ એને ચાકુ ભોંક્યું હતું. પછી વિચાર બદલતાં એના પર કેરોસિન છાંટીને તેણે સળગાવી દેવાના પ્રયાસ કર્યા હતા. પરંતુ આ યુવતીએ બૂમાબૂમ કરતાં કેટલાક લોકો ત્યાં આવી ગયા હતા એટલે આરોપીઓ નાસી ગયા હતા. ઇંદોર પોલીસે આપેલી માહિતી મુજબ ભગીરથપુરા રેલવે ટ્રેક પાસે પહેલાં  આ યુવતી પર બે યુવાનોએ રેપ કર્યો હતો. એટલામાં ત્યાં બીજા ત્રણ યુવાનો આવી જતાં તેમણે પણ સંજોગોનેા ગેરલાભ લીધો હતો અને તેમણે પણ યુવતી પર ગેંગરેપ કર્યો હતો. એે પછી એના પર ચાકુથી વાર કર્યા હતા. પોતાની ઓળખ છૂપાવવા છેલ્લે એને જલાવી દેવા એના પર કેરોસિન છાંટ્યું હતું પરંતુ એને સળગાવે એ પહેલાં યુવતીએ ચીસો પાડ્યાથી લોકો ભેગા થઇ ગયા હતા પરિણામે આરોપીઓ નાસી ગયા હતા. ગેંગરેપમાં સંડોવાયેલા પાંચમાના એક આરોપીને પોલીસે પકડી લીધો હતો. પીડિતાને તબીબી સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા મહિનાથી ઉત્તર પ્રદેશની જેમ મધ્ય પ્રદેશમાં પણ ગેંગરેપના બનાવોમાં અવારનવાર વધારો થઇ રહ્યો છે. ધોળે દિવસે પણ હવે મહિલાઓ ઘરની બહાર નીકળતાં ડરે છે એવા અહેવાલો મિડિયામાં પ્રગટ થયા હતા. આ ઘટનામાં સંડોવાયેલા બીજા યુવાનોને પકડવા પોલીસે જેની ધરપકડ કરી છે એની આકરી પૂછપરછ કરવા માંડી હતી. સંબંધિત યુવતી અત્યારે ભયમુક્ત હોવાનું હૉસ્પિટલના પ્રવક્તાએ કહ્યું હતું.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: