12 C
Ahmedabad
Saturday, January 15, 2022
spot_imgspot_img

Latest Posts

રતલામ શહેરમાં અનોખા લગ્ન વર વધૂએ પીપીઈ કિટ પહેરીને ફેરા ફર્યાં

  • રતલામ શહેરમાં યોજાયા અનોખા લગ્ન
  • પીપીઈ કિટ પહેરીને વર-વધૂએ ફર્યા ફેરા
  • વરરાજા કોરોના પોઝિટિવ હોવાના કારણે લીધો મહત્વ નિર્ણય
  • અનોખા લગ્નમાં પરિવારના માત્ર 4-4 લોકો થયા સામેલ

લોકડાઉનને કારણે રાજ્યમાં લગ્નો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. એવામાં રતલામ શહેરમાં એક અનોખા લગ્ન ચર્ચામાં છે. અહીં વર-વધૂએ PPE કિટ પહેરીને સાત ફેરા ફર્યાં હતાં. આ પાછળનું કારણ એ હતું કે વરરાજા કોરોના પોઝિટિવ છે. એટલું જ નહિ, ફરિયાદ મળવા પર લગ્ન રોકાવવા પહોંચેલી પ્રશાસનની ટીમની સામે જ લગ્ન થયા. બંને પરિવારના 4-4 લોકો એમાં સામેલ થયા. પરિવારના લોકોએ વીડિયો કોલ પર વર-વધૂને આશીર્વાદ આપ્યા હતા.

રતલામના પરશુરામ બિહાર નિવાસી એન્જિનિયર આકાશ વર્માના લગ્ન મહેશનગર નિવાસી સંજના વર્મા સાથે 26 એપ્રિલે નક્કી થયું હતું. આ દરમિયાન આકાશ વર્માનો કોરોના રિપોર્ટ 19 એપ્રિલે પોઝિટિવ આવ્યો. પહેલા તો બંને પરિવારોએ લગ્ન ટાળવાનો નિર્ણય કર્યો, પછી બંને પરિવાર લગ્ન કરાવવા સંમત થયા હતા. શહેરના એક હોલમાં લગ્નની વિધિ થવાની હતી. આ દરમિયાન કેટલાક લોકોએ પોઝિટિવ વ્યક્તિના લગ્ન હોવાની માહિતી પ્રશાસનને આપી છે. એવામાં તહેસીલદાર નવીન ગર્ગ લગ્ન અટકાવવા વરના ઘર પરશુરામ વિહાર પહોંચ્યા હતા. પ્રશાસનને સોમવારે માહિતી મળી હતી કે કોરોના પોઝિટિવ છોકરાના લગ્ન થઈ રહ્યા છે. ઘટનાસ્થળે પહોંચેલી ટીમે મામલાનો વિરોધ કર્યો હતો. પરિવારના વડીલોએ લગ્ન ન અટકાવવા અંગે વિનંતી કરી. એ પછી તેમણે મોટા અધિકારીઓ સાથે વાત કરી અને પીપીઈ કિટમાં આ લગ્ન પૂરા કરાવ્યા. એટલું જ નહિ, ફરિયાદ મળવા પર લગ્ન રોકાવવા પહોંચેલી પ્રશાસનની ટીમની સામે જ લગ્ન થયા. બંને પરિવારના 4-4 લોકો એમાં સામેલ થયા. પરિવારના લોકોએ વીડિયો કોલ પર વર-વધૂને આશીર્વાદ આપ્યા. લગ્ન પછી વર-વધૂએ કહ્યું, તેમનો હેતુ એટલો જ છે કે મોટા વડીલોની ઈચ્છા પૂરી થાય અને સરકારના નિર્દેશોનું પાલન પણ થઈ શકે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: