12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

વિશ્વ હિંદુ પરિષદ દ્વારા અનોખો સેવા યજ્ઞ

  • અમદાવાદના નરોડા વિસ્તારમાં વીએચપી દ્વારા અનોખા સેવાકાર્યની કરાઈ શરૂઆત
  • સ્મશાન ગૃહમાં આવી રહેલ લોકોને  મફતમાં પાણી આપી કરાઈ રહી છે સેવા
  • વિશ્વ હિંદુ પરિષદની  મફતમાં પાણી પીવડાવવાની  સેવા આમજ રહશે યથાવત

કોરોના સંક્રમણ કાળોકેર વર્તાવી રહ્યો છે ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી  ૧૦૦૦૦ થી વધુ કેસો સામે આવી રહ્યા છે . અને 100 થી વધુ મૃત્યુ સામે આવી રહ્યા છે . ગત દિવસમાં પણ ૧૪૦ લોકોના  ગુજરાતમાં મૃત્યુ  થવા પામ્યા છે ત્યારે ઠેરઠેર લોકોને મદદરૂપ થવા સરાહનીય પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.  અમદાવાદના નરોડા વિસ્તારમાં   વિશ્વ હિંદુ પરિષદ દ્વારા અનોખી સેવાકીય  પ્રવુંતીઓ હાથ ધરવામાં આવી છે જેમાં  સંકટરૂપી આ કોરોનાકાળમાં નરોડા સ્મશાનમા અંતિમક્રિયા માટે આવી રહેલા સ્વજનોને પાણી અને સેનેટાઈઝની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.  વિશ્વ હિંદુ પરિષદ દ્વારા  શરૂ કરવામાં આવેલ આ સેવા સાચેજ પ્રશંસાને પાત્ર  છે . વિશ્વ હિંદુ પરિષદ દ્વારા શરૂ કરવામાં આવેલ આ સેવા કોરોના સંક્રમણ જ્યાં સુધી યથાવત રહશે ત્યાં સુધી આમજ અવિરત ચાલુ રહશે તેમ માહિતી આપવામાં આવી હતી .

કેમેરામેન સચિન પઢિયાર સાથે  રવી રાઠોડ લાઈવ ગુજરાત ન્યુઝ  અમદાવાદ  

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: