13 C
Ahmedabad
Sunday, January 23, 2022
spot_imgspot_img

Latest Posts

ભરૂચમાં કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શના જરદોશનું ભવ્ય સ્વાગત કરાયું

  • ભરૂચમાં ભાજપ દ્વારા યોજાઈ જન આશીર્વાદ યાત્રા
  • કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શના જરદોશનું કરાયું ભવ્ય સ્વાગત
  • ભરૂચના આગેવાનો તેમજ કાર્યકરોએ આપી હાજરી
  • મંત્રીમંડળમાં સામેલ થયેલા મંત્રીઓએ પણ જન આશીર્વાદ યાત્રામાં લીધો ભાગ  
  • જન આશીર્વાદ યાત્રાનું ફટાકડા, ઢોલ-નગારા સાથે કરાયું સ્વાગત

ભરૂચમાં ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું,આ યાત્રા   ભરૂચ ખાતે પહોંચી હતી. આ કાર્યક્રમમાં પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શના જરદોશનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જન આશીર્વાદ યાત્રા નું ફટાકડા, ઢોલ-નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. 

કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ થયેલા ભાજપના નવા મંત્રીઓ જન આશીર્વાદ યાત્રા પર નિકળ્યા છે. કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શના જરદોશ ભાજપની આ જન આશીર્વાદ યાત્રા સાથે ભરૂચ પહોંચ્યા હતા. જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય રેલ અને ટેક્સટાઈલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશનું સ્વાગત ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને ભરૂચના ધારાસભ્ય અરૂણસિંહ રણા તેમજ દુષ્યંતભાઈ પટેલ અને જિલ્લા પ્રમુખ મારીતિસિંહ અટોદરિયા દ્વારા પાલેજ નેશનલ હાઇવે ૪૮ ખાતે ભવ્ય સ્વાગત કરાયું હતું. પાલેજ ઓવર બ્રિજ નીચે દર્શનાબેન જરદોશની એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક મુસ્લિમ આગેવાનો અને કાર્યકરો, ભરૂચ જિલ્લાના આગેવાનો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ હાજરી આપી હતી. ભારતીય જનતા પાર્ટીની જન આશીર્વાદ યાત્રાનું ફટાકડા ફોડી, ઢોલ-નગારા સાથે અને ફુલહાર વરસાવી કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી દર્શના બેનનું સ્વાગત કરાયું હતું.જન આશીર્વાદ યાત્રા ભરૂચ આત્મીય હોલ ખાતે આવી પહોંચતા કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શના જરદોશનું મહિલા મોરચાની બહેનોએ ફૂલો વરસાવી ભવ્ય સ્વાગત કર્યું હતું.ભરૂચ આત્મીય હોલ ખાતે પત્રકાર પરિષદ સંબોધ્યા બાદ સભા યોજાઈ હતી.જેમાં વિવિધ સમાજના આગેવાનોએ પણ રાજ્યમંત્રી દર્શના જરદોશનું બહુમાન કર્યું હતું. આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખભાઇ વસાવા, વાગરના ધારાસભ્ય અરૂણસિંહ રણા, ભરૂચના દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, મહામંત્રી ફતેસંગભાઈ ગોહિલ, મહામંત્રી વિનોદભાઈ પટેલ, મંત્રી નિશાંતભાઈ મોદી, ઉપપ્રમુખ દિવ્યજીતસિંહ ચુડાસમાએ હાજરી આપી હતી.

કેમેરામેન ધર્મેન્દ્ર પ્રસાદ સાથે  વાસુ પરમાર  લાઈવ ગુજરાત ન્યૂઝ ભરૂચ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: