23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી આવશે ગુજરાત

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી આવશે ગુજરાત
  • ૨૮ ઓગસ્ટે ફરી આવશે અમદાવાદ
  • અમિત શાહ ત્રણ દિવસ આવશે અમદાવાદ-ગાંધીનગરના પ્રવાસે
  • રક્ષાબંધન પર્વ ઉપર પણ આવ્યા હતા અમદાવાદ

કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ ચાલુ સપ્તાહના અંતે ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવશે.આગામી ૨૮ ઓગસ્ટે તેઓ અમદાવાદ અને ગાંધીનગરના ત્રણ દિવસીય પ્રવાસે આવશે.જેમાં તેઓ તેમના સંસદીય મત વિસ્તારના વિવિધ વિકાસ કામોની સમીક્ષા પણ કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સતત બીજા સપ્તાહે અમદાવાદના  પ્રવાસે આવી રહ્યા છે. ૨૮  ઓગસ્ટના રોજ ગાંધનીગરના સાંસદ અમિત શાહ બેથી 3 દિવસના પ્રવાસે ગુજરાત આવી રહ્યા છે. પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાત લેશે.મુલાકાત દરમિયાન અમિત શાહ અમદાવાદ, ગાંધીનગરમાં વિકાસ કાર્યોની પણ સમીક્ષા કરશે. આ ઉપરાંત ગૃહમંત્રી  અમિત શાહ અમદાવાદ કલેકટર સાથે પણ બેઠક યોજશે. અમિત શાહના ગુજરાત પ્રવાસને લઇને હાલતો ભાજપ કાર્યકરો અને સરકારમાં ઉત્સાહનો માહોલ છે અને ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા અમિત શાહના આગમનને લઇને તૈયારીઓ પણ આરંભી દેવામાં આવી છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે ૨૧ ઓગસ્ટે સાંજે તેઓ   રક્ષાબંધનના પર્વની ઉજવણી પરિવાર સાથે કરવા માટે અમદાવાદ આવ્યા હતા. તેમણે રક્ષાબંધન પર્વની પરિવાર સાથે ઉત્સાહભેર ઉજવણી કરી હતી.

ધ્વની પંચાલ લાઈવ ગુજરાત ન્યુઝ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: