11 C
Ahmedabad
Saturday, January 15, 2022
spot_imgspot_img

Latest Posts

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મોડી રાતે અમદાવાદ આવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મોડી રાત્રે આવશે અમદાવાદ

24 એપ્રિલે GMDC ખાતેની નવી કોવિડ હોસ્પિટલનું કરશે ઉદ્દઘાટન

રાજ્યમાં ચાલી રહેલી કોરોના મહામારીને લઇ આરોગ્ય વિભાગ સાથે કરશે બેઠક

900 બેડની કોવિડ હોસ્પિટલ માટે ગૃહ મંત્રાલય મોકલશે ડોક્ટરની ટીમ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર અમદાવાદની મુલાકાતે  આવી રહ્યા છે. તેઓ મોડી રાત સુધીમાં અમદાવાદ એરપોર્ટ પર આવી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.  આ સાથે જ માહિતી અનુસાર 24 એપ્રિલે અમિત શાહ GMDC ખાતે નિર્માણ કરવામાં આવેલી  નવી કોવિડ હોસ્પિટલનું ઉદ્દઘાટન કરશે. સાથે જ રાજ્યમાં ચાલી રહેલી કોરોના મહામારીની પરિસ્થિતિની સમીક્ષા પણ કરશે. તેમજ મહામારી સામે સુવિધામાં પડી રહેલા અભાવ ને લઇ  આરોગ્ય વિભાગ સાથે બેઠક કરી પરિસ્થિતિ નો તાગ મેળવી શકે છે.

કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને દર્દીઓને સારામાં સારી સારવાર આપવાની પ્રતિબદ્ધતા સાથે ગુજરાત સરકારે ભારત સરકારના ગૃહ મંત્રાલયના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)ના સહયોગથી અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરમાં 900 બેડની સંપૂર્ણ સુવિધાસજ્જ ડેડિકેટેડ કોવિડ કેર હોસ્પિટલ ઊભી કરવાની પહેલ કરી છે. રાજ્ય સરકારની વિનંતી પર કેન્દ્રીય ગૃહ મંત્રાલય આ 900 બેડની કોવિડ હોસ્પિટલમાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસમાંથી 25 ડોક્ટર્સ તથા 75 પેરામેડિક્સનો સ્ટાફ નિયુક્ત કરશે. નોંધનીય છે કે અમદાવાદમાં હવે કોમ્યુનિટી હોલમાં પણ કોવિડ કેસ સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યા છે. નારણપુરા વિસ્તારમાં આવેલા ડી.કે. પટેલ હોલમાં ઓક્સિજન બેડ સાથે 70 જેટલા બેડ સાથે કોવિડ કેર સેન્ટર ઉભું કરવામાં રહ્યું છે. આજે સવારે કોવિડ કેર સેન્ટર માટે ઓક્સિજન અને બેડ લગાવવામાં આવી રહ્યા છે. વધુમાં  સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 24મી એપ્રિલના રોજ આ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે.  વધુ માહિતી મુજબ અમદાવાદમાં 132 ફૂટ રિંગ રોડ પર આવેલા ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં 900 બેડની ડેડિકેટેડ કોવિડ કેર હોસ્પિટલમાં 150 આઇ.સી.યુ. બેડ હશે, જ્યાં 150 વેન્ટિલેટર્સની વ્યવસ્થા પણ હશે. તમામેતમામ 900 બેડ ઓક્સિજનની સુવિધા સાથેના હશે.

જો જરૂર પડે તો વધુ 500 પથારી વધારી શકાય એવી વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. આ હોસ્પિટલમાં પોર્ટેબલ એક્સ-રે મશીનની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. કોરોનાના દર્દીઓને સારામાં સારી સારવાર મળી રહે એવું તમામ આયોજન કરવામાં આવ્યું છે.   

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: