- કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સંસદીય મત વિસ્તારની મુલાકાતે
- જુલાઈ-ઓગસ્ટમાં કોરોના વેક્સીનેશનની ગતિ વધારીશું : શાહ
- અમિત શાહના હસ્તે વૈષ્ણોદેવી બ્રિજનું લોકાર્પણ
- તમામ દેશવાસીઓને શક્ય તેટલી વહેલી તકે રસી લેવા અમિત શાહની અપીલ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ રવિવાર સાંજે માદરે વતન ગુજરાત આવી ગયા હતા અને સોમવારે સવારથી તેઓ સંસદીય મત વિસ્તાર ગાંધીનગરના વિવિધ વિસ્તારોમાં થયેલા વિકાસના કામનું લોકાર્પણ કરતાં તેઓએ કહ્યું હતું કે આગામી જુલાઈ-ઓગસ્ટમાં કોરોના વેક્સીનેશનની ગતિ કેન્દ્ર સરકાર વધારશે.
સંસદીય મત વિસ્તાર ગાંધીનગરની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે જુલાઈ અને ઓગસ્ટમાં કોરોના વેક્સીનેશનની ગતિ વધારવાનો નિર્ણય કર્યો છે.ગાંધીનગર મત વિસ્તારના એક રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધા બાદ પત્રકારો સાથે વાત કરતા અમિત શાહે કહ્યું હતું કે અમે લગભગ તમામને રસી આપવાનો લક્ષ્યાંક ઝડપથી પ્રાપ્ત કરી લઈશું.કેન્દ્ર સરકારે જુલાઈ અને ઓગસ્ટમાં કોરોના વેક્સીનેશનની ગતિ વધારવાનો નિર્ણય કર્યો છે.
તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કોરોના સામેની લડાઈમાં એક મહત્વપૂર્ણ અભિયાન શરુ કરવામાં આવ્યું છે.તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન મોદીએ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો કે કેન્દ્ર સરકાર દ્વારા ૧૮ વર્ષ અને તેનાથી વધુ વયના લોકોને મફતમાં રસી આપવામાં આવશે.
આટલી બધી વસ્તી ઘરાવતા દેશમાં મફત રસીકરણની નિર્ણય એક મોટું પગલું હોવાનું જણાવતાં અમિત શાહે કહ્યું હતું કે અંતરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે દેશમાં તમામ માટે મફત રસીકરણ અભિયાન શરુ કરવામાં આવ્યું છે.રસીકરણ કાર્યક્રમમાં ભારત પહેલાથી જ સૌથી આગળ છે,
અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલા પંડિત દિનદયાલ ઉપાધ્યાય હોલ સ્થિત રસીકરણ કેન્દ્રનું મુલાકાત કર્યા બાદ અમિત શાહે કહ્યું હતું કે આપણે તમામને ખુબ જ ઝડપથી રસી આપવાનો લક્ષ્યાંક ટૂંકમાં જ હાંસલ કરી લઈશું. દેશના લોકોને શક્ય વહેલી તકે રસી લેવાની અપીલ કરતાં અમિત શાહે કહ્યું હતું કે જેણે પહેલો ડોઝ લીધો છે તેઓ બીજો ડોઝ લઇ લે.બંને ડોઝ લલીધા બાદ જ આપણે કોરોના વાયરસથી પોતાની રક્ષા કરી શકીશું. ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વૈષ્ણોદેવી ઓવરબ્રિજ ખુલ્લો મુક્યો હતો આ બ્રિજ પરથી દૈનિક 1 લાખ વાહનો પસાર થવાની સંભાવના છે આમ અમદાવાદથી ગાંધીનગરની અવરજવર કરતા લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશ. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરના કલોલ ખાતે અંદાજે ₹. બે કરોડના ખર્ચે થયેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના મુખ્ય કાર્યાલયનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, સહકાર રાજ્ય મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ, ધારાસભ્યશ્રીઓ, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કલોલના ચેરમેન નવિનચંદ્ર પટેલ, સહકાર સચિવશ્રી નલીનભાઇ ઉપાધ્યાય, ગાંધીનગર જિલ્લા કલેક્ટર, જિલ્લા ભાજપ પ્રમુખ સહિત હોદ્દેદારો, મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.