- યુએન ચીફ એન્ટોનિયો ગુટેરેસે પણ વેક્સિન મુકાવી
- બ્રિટનમાં નોવાવેક્સ વેક્સિનની ટ્રાયલ સફળ
- યુએનએ કરી ભારતની પ્રશંસા
ગુરુવારે ન્યૂયોર્કમાં યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે વેક્સિનેશન કરાવ્યુ હતું. યુએન ચીફ બ્રાન્ક્સના વેક્સિન સેન્ટર પર પહોંચ્યા અને ત્યાં મીડિયા સામે વેક્સિન મૂકાવી. તેમજ અમેરિકામાં સંક્રમિતોનો આંક 2.63 કરોડથી વધુ, અત્યાર સુધીમાં 4.43 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો.


દુનિયામાં કોરોનાના દર્દીઓની સંખ્યા 10.20 કરોડથી વધુ પહોંચી છે. 7 કરોડ 38 લાખથી વધુ લોકો સાજા થઇ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 21 લાખ 99 હજારથી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. આ આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે. વિશ્વમાં પ્રથમ વેક્સિનેશનને મંજૂરી આપનાર બ્રિટનથી એક સારા સમાચાર આવી રહ્યા છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને જણાવ્યું હતું કે દેશમાં નોવાવેક્સ વેક્સિનની ટ્રાયલ પણ સફળ રહી છે. બીજી તરફ, ફ્રાન્સની સરકાર વેક્સિનની અછત થવાની આશંકા વ્યક્ત કરી રહી છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ પણ વેક્સિનેશન કરાવ્યું છે. યુએન જનરલ સેક્રેટરી એન્ટોનિયો ગુટેરેસે ગુરુવારે ન્યૂયોર્કમાં વેક્સિનેશન કરાવ્યુ હતું. યુએન ચીફ બ્રાન્ક્સના વેક્સિન સેન્ટર પહોંચીને ત્યાં મીડિયાની સામે વેક્સિન મુકાવી હતી. બાદમાં તેમણે કહ્યું કે, હું ભાગ્યશાળી છું અને તે લોકોનો આભાર વ્યક્ત કરવા માંગુ છું જેમણે મને વેક્સિનેશન કરાવ્યું. આ મહામારીમાં કોઈ પણ વ્યક્તિ ત્યાં સુધી સુરક્ષિત નથી, જ્યાં સુધી આપણે બધા જ મહામારી સામે રક્ષણ નહીં મેળવીએ. જો આપણે વેક્સિનેશનને પ્રાધાન્ય આપીએ અને જો આપણે તેને ગંભીરતાથી લઈશું, તો આ મહામારીને ખૂબ જલદીથી અટકાવી શકીશું. સંયુક્ત રાષ્ટ્રના વડા એન્ટોનિયો ગુટેરેસે કહ્યું છે કે, આગામી સમયમાં વૈશ્વિક વેક્સિનેશનમાં ભારત મહત્વની ભૂમિકા ભજવશે. ગુરુવારે મીડિયા સાથે વાતચીતમાં તેમણે કહ્યું – વૈશ્વિક વેક્સિનેશન કાર્યક્રમ અને ઉત્પાદનમાં ભારત આપણા માટે કિંમતી છે. તેમજ ભારતમાં ઉચ્ચ-ઉત્પાદન ક્ષમતા છે અને અમે ભારતના વેક્સિન ઉત્પાદક એકમો સાથે સતત સંપર્કમાં છીએ. અમને સંપૂર્ણ આશા અને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં ભારત વેક્સિન સપ્લાય અને તેના ઉત્પાદનમાં સૌથી મહત્વની ભૂમિકા ભજવશે. ભારતની મદદથી આપણે ગ્લોબલ વેક્સિનેશન કાર્યક્ર્મ પૂરો કરી શકીશું. અમેરિકાના આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે, આગામી દિવસોમાં કોલેજો અને યુનિવર્સિટીઓમાં સંક્રમણનું જોખમ વધી શકે છે. ગુરુવારે જાહેર થયેલ હેલ્થ બુલેટિનમાં આ સ્થાનોને ઉચ્ચ જોખમ કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે. નર્સિંગ હોમ્સ અને જેલોમાં જોખમ રહેવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ એક અભ્યાસના આધારે અમૂનામ કરવામાં આવી રહ્યું છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન ઉપરાંત, વિસ્કોન્સિનના સંશોધનકારોએ આમાં ભાગ લીધો છે.