23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

PM મોદીના જન્મદિન નિમિતે શરુ થશે ઉજ્વલા યોજના 2.0

  • 17 સપ્ટેમ્બર પીએમ મોદીના જન્મદિન નિમિતે ઉજ્વલા યોજના 2.0 ની થશે શરૂઆત
  • ગુજરાતમાં 1 લાખ થી વધુ લોકોને આપવામાં આવશે નવા કનેક્શન
  • રાજ્યની તમામ ગેસ એજન્સીઓ પર નવા કનેક્શન આપવામાં આવશે
  • ગેસ એજન્સીઓ નહિ હોય ત્યાં પેટ્રોલ પંપ પરથી નવા સિલિન્ડર કનેક્શન અપાશે
  • અગાઉ ઉજ્વલા યોજના માં 30 લાખ જેટલા કનેક્શન આપવામાં આવ્યા હતા

આગામી ૧૭ સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૭૧ વર્ષ પૂર્ણ કરીને ૭૨માં વર્ષમાં પ્રવેશ કરશે ત્યારે તેમના માદરે વતન ગુજરાતમાં તે દિવસે ઉજ્જવલા યોજના ૨.0 શરુ કરાશે.જે અંતર્ગત રાજ્યમાં ૧ લાખથી વધુ લોકોને નવા ગેસ કનેક્શન આપવામાં આવશે.અત્યાર સુધી ગેસ કનેક્શન માટે ૧ લાખ કરતાં વધુ લોકોએ ફોર્મ ભર્યા છે.

૧૭ સપ્ટેમ્બર એટલે વડાપ્રધાન મોદીનો જન્મદિન ત્યારે તેની ભવ્ય ઉજવણી કરવા માટે તેમના માદરે વતન ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ પુરજોશમાં ચાલી ચાલી રહી છે.જેની જવાબદારી રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગને સોંપવામાં આવી છે.મળતી માહિતી અનુસાર વડાપ્રધાન મોદીના જન્મદિનના અવસર પર ગુજરાત સરકાર ઉજ્જવલા યોજના ૨.0 શરુ કરશે.જે અંતર્ગત ગુજરાતમાં 1 લાખથી વધુ લોકોને નવા કનેક્શન આપવામાં આવશે.અત્યાર સુધી ગેસ કનેક્શન મેળવવા માટે એક લાખ કરતા વધુ લોકોએ ફોર્મ ભર્યા છે.રાજ્યની તમામ ગેસ એજન્સીઓ પર નવા કનેક્શન આપવામાં આવશે.જો કે ગેસ એજન્સીઓ નહિ હોય ત્યાં પેટ્રોલ પંપ પરથી નવા સિલિન્ડર કનેક્શન અપાશે.અત્રે એ ઉલ્લેખનીય છે કે અગાઉ ઉજ્વલા યોજના અંતર્ગત  30 લાખ જેટલા કનેક્શન આપવામાં આવ્યા હતા.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: