15 C
Ahmedabad
Tuesday, January 18, 2022
spot_imgspot_img

Latest Posts

પ્રાથમિક શિક્ષકોના કામ વધારવા મામલે ગુજરાત સરકારનો યુ ટર્ન

  • પ્રાથમિક શિક્ષકોના કામ વધારવા મામલે ગુજરાત સરકારનો યુ ટર્ન
  • આઠ કલાકનો સમય કરવાના પરિપત્ર કર્યો રદ
  • શિક્ષણ વિભાગનો નવો પરિપત્ર રદ
  • શિક્ષકોના વિરોધ બાદ લેવાયો નવો નિર્ણય
  • પહેલાના કલાકોની માફક જ કામ કરી શકશે શિક્ષકો

ઘણા સમયથી રાજ્યનું શિક્ષણ વિભાગ વિવિધ નિર્ણયના કારણે વિવાદમાં રહેતું આવ્યું છે. ત્યારે વધુ એક વખત શિક્ષણ વિભાગને વિવાદ થયા બાદ વધુ એક નિર્ણય મામલે યુ ટર્ન  લેવાની ફરજ પડી છે.થોડા દિવસ પહેલા સજ્જતા કસોટીનો વિરોધ કરનાર શિક્ષકોએ નવા પરિપત્રનો પણ વિરોધ કરતા આખરે શિક્ષણ વિભાગને નિર્ણય ફેરવી તોડવાની ફરજ પડી છે.

થોડા દિવસ પહેલા શિક્ષકોની સજ્જતા કસોટી લેવાના નિર્ણય સામે બંડ પોકારનારા શિક્ષકોએ બે દિવસ પહેલા પ્રાથમિક શાળાના શિક્ષકોને શાળામાં ૮ કલાક હાજરી આપવી ફરજીયાત હોવાનો પરિપત્ર બહાર પાડ્યો હતો પરંતુ શિક્ષકોએ સજ્જતા કસોટીની જેમ જ નવા પરિપત્રનો પણ ઉગ્ર વિરોધ કર્યો હતો,જેના પરિણામે શિક્ષણ વિભાગે બુધવારના રોજ પરિપત્ર રદ્દ કરવાની જાહેરાત કરવાની ફરજ પડી હતી. રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે આરટીએ એકટ અંતર્ગત પ્રાથમિક શાળાના શિક્ષકોએ શાળામાં ૮ કલાક હાજરી આપવાની હોય છે.જો એક હાલ કોરોના મહામારીના કારણે રાજ્યની મોટા ભાગની પ્રાથમિક શાળાઓનો સમય સવારે ૧૧ કલાક થી ૫ કલાકનો છે  એટલે કે ૬  કલાક જ શાળાઓ કાર્યરત રહેતી હોય છે. જો કે  પ્રાથમિક શિક્ષકોએ ફરજિયાત 8 કલાક શાળામાં  હાજરી આપવાનો  રાજ્યના શિક્ષણ અધિકારીએ પરિપત્ર કર્યો હતો. આ પરિપત્રનો શિક્ષકોએ ઉગ્ર વિરોધ કરીને આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી જેના પરિણામે  એને રદ કરવાની ફરજ શિક્ષણ વિભાગને પડી છે. હવે શિક્ષકો અગાઉના કલાકોની માફક જ કામ કરી શકશે. દરમિયાન શૈક્ષિક મહાસંઘ-ગુજરાત માધ્યમિક સંવર્ગની રાજ્ય કારોબારીમાં લેવાયેલા નિર્ણય મુજબ માધ્યમિક સંવર્ગના પડતર પ્રશ્નો ન ઉકેલાતાં આગામી ૧૩ થી ૧૫  સપ્ટેમ્બર સુધી ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે પ્રતીક ઉપવાસની મંજૂરી માગી હતી. આ મંજૂરી મળતાં સમગ્ર રાજ્યમાંથી પ્રતિદિન 50 શિક્ષક સત્યાગ્રહ છાવણી પર પ્રતીક ઉપવાસ કરશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે ગત મહીને શિક્ષકો માટે સજ્જતા કસોટીનું આયોજન શિક્ષણ વિભાગે કર્યું હતું. પરંતુ મોટા ભાગના શિક્ષકો સજ્જતા કસોટી આપવા ગયા ના હતા જેના કારણે સમગ્ર કસોટીનો ફિયાસ્કો થયો હતો.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: