21 C
Ahmedabad
Monday, January 17, 2022
spot_imgspot_img

Latest Posts

કાંકરેજમાં બે આખલાના કુવામાં પડવાથી થયા મોત

  • કાંકરેજમાં બે આખલાના કુવામાં પડવાથી થયા મોત
  • આખલા આમને સામને આવતા આખલા વચ્ચે થયો ખરાખરીનો ખેલ  
  • જેસીબી આખલાનું રેક્સ્યું કરવા પહોચે તે પહેલા થયા આખલાના મોત
  • આખલાના મોત થતા જીવદયા પ્રેમીઓમાં પ્રસરી દુઃખની લાગણી

કાંકરેજ તાલુકાના થરા નગર પાલિકા વિસ્તારમાં આવેલા બુકોલીયાવાસમાં ગઇકાલે બપોરના સમયે બે આખલા અચાનક લઢી પડ્યા હતા. સામસામે આવી જતાં આખલાઓનું દ્વન્દ્વ યુધ્ધ શરૂ થયું હતું. લોકોએ જુદા પાડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આખલા વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો. દ્વંદ્વ યુદ્ધ કરતા કરતા બંને આખલા ઢાંકેલ કુવામાં ખાબકી પડયા હતા. ત્યાં ઊપસ્થિત લોકોએ ગૌશાળા પાંજરાપોળ, નગરપાલિકામાં જાણ કરતાં નગરપાલિકાનું જેસીબી આવ્યું ત્યાં સુધીમાં બંને આખલાના કુવામાં ગૂંગળાઈ જવાથી મોત નિપજતા હત. બંનેને બહાર કાઢવામાં આવ્યા ત્યારે જીવદયા પ્રેમીઓએ દુઃખની લાગણી વ્યકત કરી હતી. આક્રોશ વ્યકત કરતાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે થરા પાલીકા વિસ્તારમાં રખડતી ગાયો આખલાઓનો ઉપદ્રવ એટલો વધ્યો છે કે એકલ દોકલ આવતા જતા લોકો ભયની લાગણી અનુભવે છે છતાં પાલીકા તંત્ર મૂકસેવક બની તમાશો જોઈ રહ્યો છે. દબાણો-રખડતા આખલા ગાયોના કારણે ટ્રાફીકની ગંભીર સમસ્યા રોજબરોજની બની છે. પ્રજાનું સાંભળે કોણ?? બે આખલાએ તો જીવ ગુમાવ્યા પરંતુ કોઈ વૃધ્ધ કે બાળક હડફેટે ચડયું હોત તો??

  • ભગવાન રાયગોર સાથે રાજ ગજ્જર લાઈવ ગુજરાત ન્યુઝ કાંકરેજ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: