19 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

ડીસાના વિશ્વકર્મા મંદિર ખાતે કેન્ડલ માર્ચ યોજી પરેશને અપાઈ શ્રદ્ધાંજલિ

  • બનાસકાંઠાના શિક્ષણ જગતમાં કાળા કલંક સમાન બની છે ઘટના
  • પરીક્ષામાં કોપી કરવાની સજાના ભાગરૂપે સ્ટાફ દ્વારા વિદ્યાર્થીનું કરાયું માનસિક ટોર્ચર
  • માનસિક આઘાતથી પરેશ સુથાર નામના વિદ્યાર્થીએ અમદાવાદ જઈને કરી હતી આત્મહત્યા
  • ડીસાના વિશ્વકર્મા મંદિર ખાતે કેન્ડલ માર્ચ યોજી પરેશને અપાઈ શ્રદ્ધાંજલિ
  • કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં ગજ્જર અને સુથાર સમાજના અગ્રણીઓ હાજર રહ્યા

રસાણામાં આવેલી ભારત નર્સિંગ કોલેજમાં ડીસાના દામા ગામનો વિદ્યાર્થી પરેશ સુથાર પરીક્ષામાં કોપી કરતા ઝડપાયા બાદ કોલેજના સ્ટાફ દ્વારા પરેશને આ ભૂલની સજા રૂપે એલ.સી આપી દીધી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે આ ઘટનાથી આઘાત પામી પરેશ સુથારે અમદાવાદ જઈને આત્મહત્યા કરી લેતા પરેશના પરીવારજનો ઉપર આભ તૂટી પડ્યું છે. આ આત્મહત્યાના ઠેરઠેર ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે બનાસકાંઠાના ડીસામાં ડીસા ખાતે વિશ્વકર્મા સમાજ દ્વારા પરેશ સુથારને ડીસા વિશ્વકર્મા મંદિર ખાતે કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.

બનાસકાંઠાના શિક્ષણ જગતમાં કાળા કલંક સમાન એક ઘટના સામે આવી હતી જેમાં ડીસાના રસાણામાં આવેલી ભારત નર્સિંગ કોલેજમાં ડીસાના દામા ગામનો વિદ્યાર્થી પરેશ સુથાર અભ્યાસ કરતો હતો થોડા દિવસ અગાઉ કોલેજમાં લેવામાં આવેલા એક ટેસ્ટમાં પરેશ સુથાર કોપી કરતા ઝડપાયો હતો. ત્યારે કોલેજના  સ્ટાફ દ્વારા પરેશને આ ભૂલની સજા રૂપે એલ.સી આપી દીધી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે આ ઘટનાથી આઘાત પામી પરેશ સુથારે અમદાવાદ જઈને આત્મહત્યા કરી લેતા પરેશના પરીવારજનો ઉપર આભ તૂટી પડ્યું છે. ત્યારે સમગ્ર ગજ્જર સુથાર સમાજ સાથે આખો વિશ્વકર્મા સમાજ પણ જોડાયો અને સમાજ દ્વારા પરેશ સુથારને ડીસા વિશ્વકર્મા મંદિર ખાતે કેન્ડલ માર્ચ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જેમાં ભારે સંખ્યામાં ગજ્જર સુથાર સમાજના અગ્રણીઓ હાજર રહ્યા સમગ્ર વિશ્વકર્મા વંશજો હાજર રહ્યા હતા પરેશ સુથારને ન્યાય મળે અને એના પરિવારને આ દુઃખ સહન કરવાની ભગવાન વિશ્વકર્મા દાદા શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી… ઉલ્લેખનીય છે કે અત્યારે સમગ્ર વિશ્વકર્મા સમાજમાં આઘાતનો માહોલ સર્જાયો છે પરંતુ પરેશ સુથારને જલ્દીથી જલ્દી ન્યાય મળે અને પરેશની આત્માને શાંતિ મળે તેવું સમગ્ર વિશ્વકર્મા સમાજ ઇચ્છી રહ્યો છે.

રાજ ગજ્જર  લાઈવ ગુજરાત ન્યુઝ  બનાસકાંઠા

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: