19 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

ધુળેટીના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓ ઉમટ્યા

  • ધુળેટીના દિવસે મોટી સંખ્યામાં લોકોએ લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત
  • સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી મેન્ટેનન્સ માટે રાખવામાં આવે છે બંધ
  • ધૂળેટી હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની સોમવારે રખાયું હતું ખુલ્લું   
  • આશરે ૨૫ હજાર જેટલા લોકોએ લીધી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત

રાજ્યમાં કોરોનાના કેસોમાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે. ત્યારે કોરોના સંક્રમણ રોકવા સરકારે અનેક શહેરોમાં ધૂળેટી પર્વની ઉજવણી પર પ્રતિબંધ મૂકી દીધો હતો. પરંતુ ધૂળેટીના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર્યટકો માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું. આમતો સોમવાર હોય મેન્ટેન્સ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રોજેક્ટો બંધ હોય છે. પરંતુ અધિકારીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને ખુલ્લા રાખવાનો નિર્ણય કર્યો હતો. 25 હજાર થી વધુ પ્રવાસીઓએ ધુળેટીના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. કેવડિયામાં આવેલ હોટેલ, ટેન્ટ સીટી સહીત બધું બુક થઈ ચૂક્યું છે. અને પ્રવાસીઓએ જણાવ્યું હતું કે અમારા રાજ્ય અને જિલ્લામાં સરકાર દ્વારા ધુળેટીની ઉજવણી પર પ્રતિબંધ લગાવાયો છે. માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હોળી અને ધુળેટી મનાવા લોકો આવ્યા હતા. ધુળેટીના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓ ઉમટ્યા હતા. મોટી સીટીમાં ધુળેટી રમવા પર પ્રતિબંધ હોવા છતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલુ રાખતા પ્રવાસીઓએ સોસીયલ ડિસ્ટન્સ સાથે ધુળેટી પર્વ મનાવ્યું હતું.

દીપક જગતાપ લાઈવ ગુજરાત ન્યુઝ રાજપીપળા

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: