12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

આવતીકાલે ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ થશે જાહેર

  • ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ કરાશે જાહેર
  • શનિવાર  સવારે 8 વાગ્યે જાહેર કરાશે પરિણામ
  • પ્રિન્ટ કાઢીને વિદ્યાર્થીઓને શાળાઓ આપશે પરિણામ
  • કોરોનાના કારણે રેગ્યુલર વિદ્યાર્થીઓને અપાયું છે માસ પ્રમોશન

કોરોના જેવી મહામારીને કારણે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને  ચાલુ વર્ષે ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. તો હવે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું આવતીકાલે 31 જુલાઈએ પરિણામ જાહેર કરવામાં આવશે. પરિણામ સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ result.gseb.org પર મૂકવામાં આવશે. આ પરિણામ સ્કૂલો પોતાની શાળાનું પરિણામ ઈન્ડેક્ષ નંબર અને પાસવર્ડ દાખલ કરીને લોગીન કરી શકશે તથા પ્રિન્ટ કરી શકશે. શાળાઓએ વિદ્યાર્થીઓને તેઓના પરિણામની ઝેરોક્ષ આપીને તેમના પરિણામની જાણ કરવાની રહેશે.શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરીને આ વિશે જાણકારી આપવામાં આવી છે. નોંધનીય છે કે, ગઈકાલે જ ધોરણ-10ના ગણિતનાં માર્કસ ધોરણ 12ના આકંડાશાસ્ત્રમાં ગણતરીમાં લેવા થયેલી અરજી હાઇકોર્ટે ફગાવી હતી. જે બાદ શિક્ષણ વિભાગ દ્વારા પરિણામ જાહેર કરવાની જાહેરાત કરાઈ છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે કોરોનાની મહામારીના કારણે આ વર્ષે ધો.10 તથા ધો.12 બોર્ડના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: