12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

આવતીકાલે છે ગણેશ જન્મ જયંતિ ! પૂજા વિધિ કરતા શુ ધ્યાન રાખવું અને શું કરવું… જાણો

ભારતીય કેલન્ડર ગણના મુજબ આજે સંકટોનો નાશ કરનારા દેવ ગણેશજીનો જન્મોત્સવ છે. માંગલિક કાર્યોનો પ્રારંભ જેમની પૂજા વગર થતો નથી તેવા ગણેશજીના જન્મ દિવસે તેમની પૂજા તલ અને કુંદથી થાય છે માટે આ દિવસને તલકુંદ ચતુર્થી, માઘી ચતુર્થી અને વરદ ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે.


આમ તો દર વર્ષે વડોદરા નાં પુર્વ વિસ્તારમાં એકદંત જન સેવા ટ્રસ્ટ ના અધ્યક્ષ શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ દ્વારા ગણેશજીનો જન્મદિવસ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર હર્ષ ઉલ્લાસ થી ઉત્સવ મનાવવામાં આવે છે અને તેમાં ૨૦૦૦ થી ૨૫૦૦ જેટલા ગણેશ ભક્તો જન્મોત્સવ મનાવે છે અને ગણેશજીના દર્શન તથા પ્રસાદ ગ્રહણ કરી આશીર્વાદ પ્રાપ્ત કરે છે.

ખાસ કરીને આ દિવસે ગણેશજીની વિશિષ્ટ ઉપાસના કરવામાં આવે છે. રાજ્યભરનાં ગણેશ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળે છે. વિઘ્ન હર્તા કે સંકટનિવારક દેવ તરીકે તેમની ઉપાસના ઉપરાંત કોઈ નિર્ણય લેવામાં જો મૂંઝવણ અનુભવાતી હોય તો પણ ગણેશ ઉપાસના લાભદાયી બનશે.

શ્રી ગણેશજીની ઉપાસના તેમની બુદ્ધિને તીક્ષ્ણ બનાવે છે અને યોગ્ય નિર્ણય લઇને તેના આચરણની પ્રેરણા આપી, જીવનને સફળતાની દિશામાં લઇ જાય છે. આ માટે ગણેશ જયંતીના દિવસે અને દરરોજ પણ ‘ઓમ્ ગં ગણપતયે નમ:’ મંત્રનો જાપ કરતાં-કરતાં ગણેશજીના સ્વરૂપનું ધ્યાન કરી, તેમનાં સદ્‌ગુણોનું ચિંતન કરી તે માર્ગે આચરણ કરવું એ જ ગણેશજીની શ્રેષ્ઠ ઉપાસના છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: