12 C
Ahmedabad
Saturday, January 15, 2022
spot_imgspot_img

Latest Posts

આજે પુલવામા હુમલાની બીજી વરસી

  • આજે પુલવામા હુમલાની બીજી વરસી
  • દેશ ક્યારેય નહિ ભૂલી શકે આ ગોજારા દિવસને
  • અત્યાર સુધીનો આ સૌથી મોટો આતંકવાદી હુમલો હતો
  • એક વર્ષ અગાઉથી આ હુમલાની યોજના ઘડવામાં આવી હતી
  • વિસ્ફોટકોથી ભરેલી કારથી લેવામાં આવ્યા આપણા વીર શહીદોના જીવ

સમગ્ર દેશને 14 ફેબ્રુઆરી,2019નો એ દિવસ એક એવો ઘા આપતો ગયો કે જેને ક્યારેય ભૂલી શકાય તેમ નથી. આ દિવસે પુલવામાં અત્યાર સુધીનો સૌથી મોટો આતંકવાદી હુમલો થયો હતો,જે ઉરીથી પણ મોટો હુમલો હતો. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા કરવામાં આવેલા આ આતંકવાદી હુમલામાં ભારતના 40 સૈનિકો શહીદ થયા હતા આ હુમલાએ અનેક પરિવારોને ઉજાડી નાંખ્યાં હતા.

આ હુમલાના મુખ્ય સૂત્રધારો આદિલ, કારી યાસિર, સજ્જાદ ભટ્ટ, ઉમર ફારુક, મુદસિર અહેમદ ખાન વગેરેને ભારતીય સેના ઠાર કરી ચુકી છે. 14 ફેબ્રુઆરી,2019ના રોજ પુલવામાં એક મોટા ષડયંત્રના ભાગરૂપે આ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાની તપાસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી. તપાસ એજન્સીએ આ હુમલાને અંજામ સુધી પહોંચાડનારાઓને પોતાની પાસે રાખવા તથા હુમલામાં સામેલ કારમાં RDX લગાવનાર શાકિર બશીર માગરની પુલવામાંથી ધરપકડ કરવામાં આવી હતી. તે આ હુમલાનો મુખ્ય સૂત્રધાર આદિલ અહેમદનો ખાસ મિત્ર હતો,જે પુલવામાના લેથપોરામાં ફર્નીચરની દુકાન ચલાવતો હતો. આ ઘટનામાં NIAએ પુલવામાના હાજીબલ કાકાપોરાથી માગરેની ધરપકડ કરી હતી. માગરેએ જ આ હુમલામાં મદદ કરી હતી. વર્ષ 2018માં જૈશના પાકિસ્તાની આતંકવાદી મોહમ્મદ ઉમર ફારુકને શાકિરની મુલાકાત આદિલ ડાર સાથે કરાવી હતી. ત્યારબાદ શાકિર જૈશ માટે ફુલ ટાઈમ કામ કરનારી વ્યક્તિ બની ગઈ હતી. લાનું ષડયંત્ર વર્ષ 2018થી જ ઘડવામાં આવ્યું હતું. જે સમયે શાકિરની આદિલ સાથે મુલાકાત થઈ ત્યારબાદ આદિલ અને ફારુક બન્ને શાકિરના ઘરે રહેવા ગયો હતો. શાકિરે જ કારમાં રાખવામાં આવેલ વિસ્ફોટકોને તૈયાર કર્યાં હતા. શાકિરની દુકાન લેથપોરા પુલ પાસે હતી. ત્યાંથી જ તે CRPFના કાફલાની મૂવમેન્ટ પર નજર રાખતો હતો અને જાન્યુઆરીમાં કાફલાની મૂવમેન્ટની સંપૂર્ણ વિગતો શાકિરે આદિલ અને ફારુકને આપી હતી. ફેબ્રુઆરી (વર્ષ 2019)ના પહેલા સપ્તાહમાં જ ઈકો કારમાં એમોનિયમ નાઈટ્રેટ, નાઈટ્રો ગ્લિસરીન અને RDX લગાવવામાં આવ્યા હતા.

કારને સંપૂર્ણપણે મોડીફાઈ કરવામાં આવી હતી, જેથી કોઈને આ ષડયંત્ર અંગે આશંકા ન જન્મે.અત્રે ઉલ્લેખનીય છે કે NIAની ટીમે આદિલના DNAની તપાસ માટે નમૂના લીધા હતા. ત્યારબાદ NIAએ આદિલના પિતાને અટકાયતમાં લઈ લેહીના સેમ્પલ લીધા હતા. આદિલની આ રીતે DNAની તપાસ થઈ અને તેની ઓળખ કરવામાં આવી હતી… સમગ્ર દેશ આ ગોજારી ઘટનાને ક્યારેય નહિ ભૂલી શકે.. અને નહિ ભૂલી શકે આ હુમલામાં શહીદ થનાર એ વીર શહીદોને…

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: