19 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની આજે ત્રીજી પુણ્યતિથિ

  • પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની આજે ત્રીજી પુણ્યતિથિ
  • સદૈવ અટલ સ્મારક પહોંચ્યા પ્રધાનમંત્રી મોદી
  • અટલજીને યાદ કરી રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિ અને પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ
  • રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિ અને પીએમ મોદીએ અટલ સમાધિ સ્થળ પર જઈને અર્પી શ્રદ્ધાંજલિ
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આપી અટલજીને શ્રધાંજલિ
  • રાજનાથસિંહ પણ સદૈવ અટલ સ્મારક ખાતે ઉપસ્થિત

આજે દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ છે. આ અવસરે દેશ અટલજીને યાદ કરી રહ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પૂર્વ પીએમની પુણ્યતિથિ પર તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ આજે દિલ્હીમાં અટલ સમાધિ સ્થળ પર જઈને પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની પુષ્ણતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ અવસરે ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને અન્ય ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા.આજે દેશના પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની ત્રીજી પુણ્યતિથિ છે. 16 ઓગસ્ટ 2018ના રોજ તેમનું નિધન થયું હતું. તેમની ગણતરી દેશના એવા નેતાઓમાં થાય છે જે ક્યારેય પક્ષગત રાજનીતિના બંધનમાં બંધાયેલા નહતા. તેમને હંમેશા તમામ પક્ષો તરફથી ભરપૂર સ્નેહ અને પ્રેમ મળ્યો હતો. દેશના તમામ નેતાઓ અને જનતા આજે પણ તેમને એટલા જ મનથી યાદ કરે છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: