- મહાન સમાજ સુધારક રાજા રામમોહનરાયની આજે જન્મજયંતી
- સમાજના અનેક દૂષણોને દુર કરવા કર્યા હતા અનેક પ્રયત્નો
- સમાજ સુધારણાના કામ માટે છોડી હતી ‘ઇસ્ટ ઇન્ડિયા કંપની’ની નોકરી
- સતિ પ્રથા જેવી રૂઢીચુસ્ત પરંપરાને કરાવી હતી નાબુદ
- રાજા રામમોહનરાય એ આધુનિક ભારતના સમાજસુધારક હતા
ભારતભરમાં સમાજ સુધારકોનું નામ આવે ત્યારે રાજા રામમોહનરાયનું નામ સૌથી મોખરે આવે છે. રાજા રામમોહનરાય એક મહાન સમાજ સુધારક હતા. તેમણે ધર્મમાં રહેલાં દૂષણો દૂર કરવા ઘણા બધા પ્રયાસો કર્યા હતા અને એકેશ્વરવાદનો પ્રચાર પણ કર્યો હતો. તેમણે આત્મીય સભા નામે સંસ્થા સ્થાપી, પાછળથી આ સંસ્થા બ્રહ્મોસમાજ તરીકે જાણીતી બની હતી.
બ્રહ્મો સમાજે ખાસ કરીને બંગાળમાં સમાજ અને ધર્મ સુધારણાના ક્ષેત્રે ખુબ મહત્ત્વનો ફાળો આપ્યો છે. રાજા રામમોહનરાયે ખાસ કરીને ‘બાળલગ્નો અને બહુપત્ની પ્રથા’ને દૂર કરવા પ્રયાસ કર્યા હતા. રાજા રામમોહન રાયને મહિલાઓના પ્રતિ પોતાના દર્દનો અહેસાસ ત્યારે થયો, જ્યારે તેમની પોતાની ભાભીને સતી થવું પડ્યું હતું. તેઓ કોઈ કામથી વિદેશ ગયા હતા અને આ વચ્ચે તેમના ભાઈનું મૃત્યુ થયુ હતું. ત્યારે સમાજના ઠેકેદારોએ સતી પ્રથાના નામે તેમની ભાભીને જીવતી બાળી હતી. તેના બાદ તેમણે સતી પ્રથા સામે અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું હતું. તેમના પ્રયાસો બાદ આખરે કાયદો બન્યો હતો. રાજા રામમોહનરાયે સમાજ સુધારણાના કામ માટે ‘ઇસ્ટ ઇન્ડિયા કંપની’ની નોકરી પણ છોડી દીધી હતી. રાજા રામમોહનરાયના સમાજ સુધારણાનાં કામોથી ખુશ થઇને મુગલ બાદશાહે ૧૮૩૧માં તેમને ‘રાજા’નો ઇલકાબ આપીને પોતાના લોયર તરીકે ઇંગ્લેન્ડ મોકલ્યા હતા. રાજા રામમોહનરાયને નવા યુગના અગ્રદૂત અને જયોતિર્ધર પણ કહેવાય છે. બ્રહ્મોસમાજ સમાજ સુધારણા માટે કાર્યરત છે. આજે બાળલગ્નો, સતીપ્રથા, બહુપત્નીપ્રથા વગેરે લુપ્તપ્રાપ્ય બન્યાં છે. રામ મોહનરાયનો જન્મ બંગાળ પ્રાંતના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં ૨૨ મે ૧૭૭૨ માં થયો હતો. તેમના પિતા રમાકાંત વૈષ્ણવ કુટુંબના હતા, જયારે માતા તારીનીદેવી શૈવ કુટુંબના હતા.રામ મોહન રાયે તેમના જીવનમાં ત્રણ વખત લગ્ન કાર્ય હતા. તેમની પહેલી પત્ની વહેલી મૃત્યુ પામી હતી. તેઓને બે પુત્ર હતા રાધાપ્રસાદ અને ૧૮૦૦ માં અને બીજી પત્ની દ્વારા રામપ્રસાદ ૧૮૧૨ માં થયો હતો તેમની બીજી પત્નીનું મૃત્યુ ૧૮૨૪ માં થયું હતું. તેમની ત્રીજી પત્ની તેમની સાથે રહી હતી.રાજા રામમોહન રાયનું બાળપણનુ શિક્ષણ પણ વિવાદિત છે. જ્યાં તેઓ બંગાળી, સંસ્કૃત અને ફારસી ભાષાઓનું જ્ઞાન પણ મેળવ્યું હતું. ફારસી અને અરેબીક ભાષાઓના અભ્યાસ પરથી તથા યુરોપિયન દેવ વાદના અભ્યાસથી તેમના એકેશ્વરવાદ ના વિચારો પર પણ પ્રભાવ પડ્યો હતો. ૨૭ સપ્ટેમ્બર ૧૮૩૩માં તેમનું દુખદ અવસાન થયું હતું.