24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

ખેડૂત આંદોલનનો આજે 66મો દિવસ

  • ખેડૂત આંદોલનનો આજે 66મો દિવસ
  • ગાજીપુર બોર્ડર પર ખેડૂતો બેઠા ઉપવાસ પર
  • હિંસાનું પ્રાયશ્ચિત કરવા માટે ખેડૂતોએ શરૂ કર્યા ઉપવાસ

કૃષિ કાયદાઓની વિરુદ્ધ ખેડૂત આંદોલનનો આજે 66મો દિવસ છે, પરંતુ છેલ્લા 4 દિવસમાં 2 વખત થયેલી હિંસા પછી આંદોલન હવે નવો વળાંક લઈ રહ્યું છે. સિંઘુ બોર્ડરની સાથે જ હવે ગાઝીપુર પણ મોટું પોઈન્ટ બનતું નજરે પડે છે,  કેમ કે યુપીનાં હજારો ખેડૂતો આજે ગાઝીપુરની તરફ કૂચ કરશે.

ટ્રેક્ટર રેલીમાં હિંસા તથા શુક્રવારે પોલીસકર્મીઓ પરના હુમલા પછી સરકાર એક્શનમાં છે. કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોનો જમાવડો સિંઘુ બોર્ડર પર છે. અહીં આસપાસના વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવાઈ છે. જેના મામલે ખેડૂત નેતા દર્શનપાલ સિંહે સિંઘુ બોર્ડર પર ઈન્ટરનેટ સેવાઓ પૂર્વવત્ કરી દેવા માટે માગણી કરી છે. તેમણે કહ્યું હતું કે અમારી વાતો લોકો સુધી ન પહોંચી શકે એટલા માટે ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવાઈ છે. દર્શનપાલ સિંહે કહ્યું છે કે જો સરકાર ઈન્ટરનેટ સેવાઓ ફરી શરૂ નહીં થાય તો ખેડૂતો દેખાવો કરશે. ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતને હવે રાજકીય દળ સ્પષ્ટપણે સમર્થન આપવા લાગ્યા છે. ઈન્ડિયન નેશનલ લોકદળના મહાસચિવ અભય ચૌટાલા આજે ટિકૈતને મળશે. તેના પહેલાં શુક્રવારે રાષ્ટ્રીય લોકદળ (RLD)ના નેતા જયંત ચૌધરી અને દિલ્હીના ડેપ્યુટી CM મનીષ સિસોદિયા ગાઝીપુર પહોંચ્યા હતા. સપા પ્રમુખ અખિલેશ યાદવે પણ ટિકૈતને કહ્યું હતું કે તેમની પાર્ટી કિસાનોની સાથે છે.

સિંધુ બોર્ડર પર હિંસા પછી માહોલ બગડવાની આશંકાથી હરિયાણા સરકારે શુક્રવારે સાંજે 17 જિલ્લામાં ઈન્ટરનેટ સર્વિસીઝ બંધ કરી છે. એમાં અંબાલા, યમુનાનગર, કુરુક્ષેત્ર, કરનાલ, કૈથલ, પાણીપત, હિસાર, જિંદ, રોહતક, ભિવાની, ચરખી દાદરી, ફતેહાબાદ, રેવાડી અને સિરસા સામેલ છે. આ જિલ્લામાં વોઈસ કોલ સિવાયની ઈન્ટરનેટ સેવાઓ શનિવારે સાંજે 5 વાગ્યા સુધી બંધ રહેશે. સોનીપત, પલવલ અને ઝજ્જરમાં ઈન્ટરનેટ સેવાઓ અગાઉથી જ બંધ છે. આંદોલનને મજબૂત કરવા માટે પંજાબના ખેડૂતો હવે બીજાં રાજ્યોના ખેડૂતોને પણ સાથે લાવશે. 41 ખેડૂત સંગઠનોની 72 ટીમ દરેક ઘરેથી એક સભ્યને મોકલશે. આ ટીમો બીજાં રાજ્યોના ખેડૂતોને પ્રદર્શનમાં લાવશે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: