24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

ચમોલી દુર્ઘટનામાં રેસ્ક્યૂનો આજે 13મો દિવસ

  • ચમોલી દુર્ઘટનામાં રેસ્ક્યૂનો આજે 13મો દિવસ
  • કાટમાળમાંથી લોકોને ખોદીને બહાર કાઢવામાં આવી રહ્યા છે
  • અત્યાર સુધીમાં 61 લોકોના મળી આવ્યા મૃતદેહો  
  • ડોગ-સ્કવોડની ટીમ પહોંચી ઘટનાસ્થળે

ચમોલી દુર્ઘટનામાં રેસ્ક્યૂનો આજે 13મો દિવસ છે. અત્યારસુધીમાં 61 લોકોના મૃતદેહો અને 28 માનવઅંગોને કાટમાળમાંથી કાઢવામાં આવ્યાં છે. 143 લોકો હાલ પણ ગુમ છે. આ દુર્ઘટના એટલી ભયંકર હતી કે હજી સુધી ચમોલીના ઘણા હિસ્સામાં કાટમાળ દેખાઈ રહ્યો છે. આ કાટમાળ પણ ચટ્ટાનની રીતે થઈ ગયો છે. જેને ખોદીને NDRF, SDRF અને ઉત્તરાખંડ પોલીસ રેસ્ક્યૂ-ઓપરેશેન કરી રહી છે.

કાટમાળમાં દબાયેલા લોકોને શોધવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમ ડોગ-સ્કવોડ, દૂરબીન, રાફટ અને અન્ય ઉપકરણોનો ઉપયોગ કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તપોવન ટનલમાં હાલ પણ મોટી સંખ્યામાં લોકો હોવાની શકયતા છે. કીચડને પગલે રેસ્ક્યૂ-ઓપરેશનમાં મુશ્કેલી આવી રહી છે. લોકોના મૃતદેહો ખરાબ ન થાય એ માટે રેસ્ક્યૂ-ઓપરેશન સાચવીને કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન એસડીઆરએફએ રેણી ગામની પાસે ઋષિગંગા નદીમાં વોટર-સેન્સર લગાવી દીધું છે. નદીમાં જળસ્તર વધે એ પહેલા જ આ અલાર્મ વાગવા લાગશે. એનું અલાર્મ એક કિલોમીટર દૂર સુધી લોકો સાંભળશે અને સમય રહેતા સુરક્ષિત સ્થાનો સુધી પહોંચી જશે.

આ ઉપરાંત ઋષિગંગા નદીના કિનારે આવેલા રૈણી ગામમાં ઋષિગંગા પાવર પ્રોજેક્ટ આવેલો છે. આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે. અહીંથી આશરે 15-20 શ્રમિકો ગુમ છે. અહીં જોશીમઠ મલારિયા હાઈવે પર બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા તૈયાર કરવામાં આવેલો બ્રિજ પણ તૂટી ગયો છે. અહીં બચાવ ટીમ પહોંચી છે. પાણી એનટીપીસી પ્રોજેક્ટમાં ઘૂસી ગયું. એને લીધે ગામને જોડતા બે ઝૂલાબ્રિજ પણ વહી ગયા. એનટીપીસી પ્રોજેક્ટ પર કામ કરનારા આશરે 150 શ્રમિકોનાં મૃત્યુ થયાના સમાચાર છે.

એસડીઆરએફ, એનડીઆરએફ અને  આઈટીબીપી ઉપરાંત આર્મીએ પણ તેના 600 જવાન ચમોલી મોકલ્યા છે. આ ઉપરાંત વાયુસેનાએ Mi-17 અને ધ્રુવ સહિત ત્રણ હેલિકોપ્ટર રેસ્ક્યૂ મિશન પર મોકલ્યા છે. તેમજ વાયુસેનાએ કહ્યું હતું કે જરૂર પડશે તો વધુ એરક્રાફ્ટ મોકલવામાં આવશે. ઉત્તરાખંડ પોલીસના જણાવ્યા પ્રમાણે, શ્રીનગર, ઋષિકેશ અને હરિદ્વારમાં પાણીના સ્તરના ખતરાના નિશાનથી ઉપર જઈ શકે છે. ઉત્તરપ્રદેશમાં ગંગાકિનારે વસેલાં શહેરોમાં એલર્ટ  જાહેર કરવામાં આવ્યું છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: