- કાંકરેજના થરા ખાતે આપે કર્યું હતું મીટીંગનું આયોજન
- આમ આદમી પાર્ટી સદસ્યતા અભિયાન પર મુકાયો ભાર
- કાર્યકરોની હાજરીમાં અનેક મુદ્દાઓ પર મીટીંગમાં કરાઈ ચર્ચા
સ્થાનિક સ્વરાજ્યમાં આમ આદમી પાર્ટીએ પોતાના અનેક ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. અનેક જગ્યાઓ પર ઉમેદવારોને સારો પ્રતિસાદ મળ્યો હતો. ત્યારે કાંકરેજ તાલુકાના થરા ખાતે આમ આદમી પાર્ટીએ કાર્યકરોની મીટીંગ યોજી હતી. થરા ખાતે આવેલ રત્નાકર કોમ્પલેક્ષમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોની મીટીંગ યોજાઇ હતી. આ મીટીંગમાં મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા હતા. દેશના વિકાસને ધ્યાને રાખી અનેક મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ આવનારા સમયમાં આમ આદમી પાર્ટી શક્રીય બને તે માટે “ આમ આદમી પાર્ટી સદસ્યતા અભિયાન” પર વિશેષ ભાર મુકાયો હતો. આ મીટીંગમાં કાંકરેજ તાલુકા પ્રમુખ ડી.ડી રાનેરા, પાર્ટી કાર્યકરતા બાબુભાઇ પ્રજાપતિ, રમેશભાઈ જોશી તથા પાર્ટીના અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ભગવાન રાયગોર સાથે રાજ ગજ્જર લાઈવ ગુજરાત ન્યુઝ કાંકરેજ